Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 348
________________ મારિવેશ અને શાસે અડવાઓએ આજે મંદિર ઉઘાડીને કરી છે. પ્રાર્થના પૂરી કરી લોકોને ઘેર પહોંચતાં સાડાનવને સુમાર. થયા. સાડાસાતને સુમારે જ ગામમાં ખબર ફેલાઈ હતી કે બડવાઓએ નિવેદન કરીને પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી છે, અને તે બધા કાગળ જિલ્લા કર્ટ પાસે મોકલવાની ગોઠવણ થઈ છે. એટલે હવે સાને ગુરુજીને ઉપવાસ છૂટવાને એ નક્કી હતું. તેથી રાતે ગામમાં જાહેર સભા ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. સભાસ્થાને જતાં અમને ઘણું જ મેટું થયું. સભાને એ દેખાવ યાદગાર હતો. બે કલાકની જાહેરાતમાં આશરે આઠ દસ હજાર શ્રોતાઓ ભેગા થયા હતા. એમાં વિશેષતા એ હતી કે લગભગ અડધી સંખ્યા બહેનાની હતી. અમે ગયા તે વખતે લોકો આસપાસ આતશબાજી કરીને પોતાના આનંદ અને ઉત્સાહ પ્રદર્શિત કરતા હતા. અસ્પૃશ્યતાનિવારણું, મંદિર પ્રવેશ, અને તેને લગતું ગુરુજીનું કામ, એને વિષે જનતાના વિચાર ને તેના હદયની ભાવના કેવાં છે એ જાણવા માટે એ રાતની સભાને દેખાવ પૂરતો હતો. સભા સવા વાગ્યા સુધી ચાલી. લોકોને ઉત્સાહ અપૂર્વ હતો.' મંદિરોના વહીવટમાં ને તેની વ્યવસ્થામાં રાજ્ય આમ રસ લે એ આપણું દેશમાં નવી વસ્તુ નથી. રાજ્યને મંદિરો જોડે છેક પ્રાચીન કાળથી સીધે સંબંધ રહે છે. રાજ્યોએ મંદિરોને દાનથી પડ્યાં છે, ને સમય આવ્યે તેમની રક્ષા કરી છે, તેમ તેના વહીવટ ઉપર પિતાને અંકુશ પણ રાખેલ છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર” પરથી એમ જણાય છે કે રાજ્ય “દેવતાધ્યક્ષ” (મન્દિર પર દેખરેખ રાખનાર) નામને એક અમલદાર નીમતું. આ અમલદારનું એક કામ એ રહેતું કે રાજ્યની તિજોરી ખાલી થાય ત્યારે મંદિરમાંના બધા પૈસા લાવી રાજાને સોંપવા. રાજાઓ ભીડને પ્રસંગે એ ધનને ઉપયોગ કરતા; ને સંભવ છે ભીડ માટે મંદિરોને પિસા પાછા પણ આપતા હશે. આમ પ્રજાનું આપેલું ધન જરૂર પડવે પ્રજાના ઉપયોગ માટે આપવાનો રિવાજ ઘણે જૂનો છે. રાજાએ આપેલા દાનપત્રમાં ફેરફાર કરવા, મંદિરમાં ચોરી કરવી, મંદિરની મિલકત પચાવી પાડવી, મંદિર ભાંગવું, વગેરે ગુના ગણતા, ને તેને માટે સજા કરવાનો અધિકાર રાજાને હતે. “આ વચનો બતાવે છે કે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376