________________
૨૬
ઉપસંહાર આપણે જે આલોચના કરવા ધારી હતી તે પૂરી થઈ. એમાંથી ફિલિત થતા મુખ્ય નિર્ણય ફરી ટૂંકામાં જોઈ જઈએ.
૧. વેદકાળમાં અસ્પૃશ્યતા નહેતી. મેલા માણસને તે મેલા હોય ત્યાં સુધી ન અડવાની વાત તેમાં કહી હશે, પણ કોઈ જાતિ અસ્પૃશ્ય ન હતી. ચાંડાલ હલકે, પણ શકની કેટિને જ, ગણતો.
૨. વણે ચાર જ છે, પાંચ વર્ણ નથી. “પંચમ” શબ્દને અર્થ પાંચમે વર્ણ નથી. તેથી ચાંડાલ વગેરે સહુને સમાવેશ થમાં થાય છે.
૩. શકને સામાન્ય રીતે વેદાભ્યાસને અધિકાર નહોતો. પણ તેમાંયે અપવાદો હતા. કેટલાક યજ્ઞ શ કરી શકતા. શો અને ઇતર વર્ણના મિશ્ર વિવાહ થતા. ભીષ્મ કહેલું કે બીજા ત્રણ વર્ષે પણ બ્રાહ્મણની સંતતિ હોવાથી બ્રાહ્મણ જ છે; અને મહર્ષિ વ્યાસે કહેલું કે બીજા વર્ષોની પેઠે શકને પણ વેદ ભણવાનો અધિકાર હોવો જોઈએ.
૪. વર્ણવ્યવસ્થામાં આચાર ઉપર ઘણે ભાર દેવાતો. શો સદાચાર ને સંસ્કારથી બ્રાહ્મણ થઈ શકતા. બ્રાહ્મણે દુરાચારી બને તે શુદ્ધ થઈ જતા. જાતિના ઉત્કર્ષ અને અપકર્ષના આ સિદ્ધાન્તને આગળ જતાં લેપ થવાથી વણે જાતિનું રૂપ ધારણ કર્યું, તેને લીધે, વર્ણવ્યવસ્થાથી જે લાભ થવો જોઈતું હતું તે પૂરેપૂરે ન થવા પામ્યો, ને એની અંદર જે કંઈ સારું તત્વ હતું તે ઢંકાઈ ગયું.
૫. સ્મૃતિગ્રન્થમાં જે અસ્પૃશ્ય જાતિઓ ને વગ ગણાવ્યાં છે તેમાં કશે નિયમ કે મેળ રહ્યો નથી. એ ગ્રન્થમાં આપેલાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com