________________
મહિપ્રવેશ અને શા (હરિજન) નું સ્થાન મહત્વનું છે. થોડાંક વરસ પર એ કેમને મુખી, ધનિક માણસના અગ્નિદાહ વખતે, ઘેરથી પોતાની પાલખીમાં બેસીને સ્મશાને જતો. ચિતા ખડકવા માટે પહેલાં પાંચ લાકડાં ડેમ (અસ્પૃશ્ય ગણાતે હરિજન) આપે; તે જ ચિતામાં સૌથી નીચેનાં લાડાં ગોઠવે, અને શબને અગ્નિસંસ્કાર કરનારના હાથમાં બળતા ઘાસને પૂળે પણ તે જ આપે. . . . વરાડમાં હેલિકોત્સવ વખતે મહાર (હેડ કે ચમાર)ની હોળી સૌથી પહેલી પ્રગટાવવામાં આવે છે, અને તેમાંથી દેવતા લઈને કુણબીની હોળી સળગાવાય છે. કેટલાક તેલી, લુહાર, કુણબી, ને બીજી નાતવાળા પિતાને ત્યાં લગ્નની તિથિ મહાર પાસે નક્કી કરાવે છે. . . . વાળંદ લગ્નમાં બ્રાહાણુના મદદનીશનું કામ કરે છે, અને નીચલી જાતેમાં તો લગ્નના પુરેહિતનું કામ પણ તે કરે છે. જગન્નાથના પ્રસિદ્ધ મંદિરમાં પૂજારી જાતને વાળંદ છેઅને તેણે દેવના નેવેધ માટે રાંધેલી રસાઈ સાવ કર્મઠ બ્રાહ્મણ સિવાયના સહુ ખાય છે. તામિલનાડના કેટલાક વેલાળ (ખેડૂત) ને ત્યાં વાળંદ લગ્નમાં પુરોહિતનું સણું કામ કરે છે. . . . કેટલાંક પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ ને કર્મઠ મંદિરનાં દ્વાર વરસમાં અમુક દિવસે એ પરાયા (તામિલ હરિજન) માટે ખુલ્લાં મુકાય છે. શિવમંદિરાના કેટલાક ઉત્સ વખતે આ પરાયા (હરિજન) રથયાત્રામાં દેવીની મૂર્તિની જોડાજોડ બેસે છે, અથવા તે દેવીના વળામાં મંગળસૂત્ર બાંધવાનું કામ કરે છે. જમીનની હદ વિષે તકરાર થાય ત્યારે, તામિલનાડમાં પરાયા ને બીજો તેને મળતી જાતને હરિજન હાથમાં પાણીનું વાસણ લઈ તેમાંથી પાણીની ધાર કરતા કરતો ચાલે છે (એણે કરેલી ધાર પરથી તે જમીનની હદ નક્કી થાય છે) અને તે વખતે પોતાના દીકરાને ખભે બેસાડે છે અથવા માથે માટીનું ઢે મૂકે છે. - છુઃ “કાસ્ટ ઍડ રેઈસ ઇન ઇન્ડિયા(૧૯૩૨), પૃ. ૨૪-6.
૩. એજન, પૃ. ૧૫૭- ૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com