________________
* ૩૧૦
મરિવેશ અને શાસે હશે તે જશે. જશે તેને મેલ નહીં ચડે. નહીં જાય તે ખેશે એ સંભવ અવશ્ય છે.” (હરિજનબંધુ, ૧૯-૩-'૩૩),
વળી લખેલું :
એ એક સાર્વજનિક મન્દિરમાં બીન હિંદુઓના જેટલી જ છૂટથી પ્રવેશ કરવાનો અધિકાર હરિજનોને ન અપાય ત્યાં સુધી અસ્પૃશ્યતાને -નાશ થયે ન જ કહી શકાય.” (હરિજનબંધુ, ૧૪-૩-'૩૫)
મંદિર પ્રવેશનો સવાલ નીકળે છે ત્યારે “હરિજનોની આર્થિક ઉન્નતિ પહેલાં કરો ને’ એવી જે વાત કરવામાં આવે છે, તેને વિષે લખેલું:
આર્થિક ઉન્નતિને મંદિર પ્રવેશ સામી માંડવી એ તદન ખોટું છે. મંદિર પ્રવેશથી તે એ ઉન્નતિને ટેકે જ મળે છે. કારણુ હરિજનને મંદિરપ્રવેશ મળશે, એટલે આર્થિક ઉન્નતિના સર્વે માર્ગ બીજાને માટે ખુલ્લા છે તેમ હરિજનને માટે પણ આપોઆપ ખુલા થશે.” (હરિજનબંધુ, ૧૮-૩-'૩૪)
પછી બીજો એક પ્રસંગે લખેલું :
સર્વ મંદિરનાં દ્વાર હરિજનેને માટે ખુલ્લાં કરવાની માગણી કરવામાં આવે છે એનું કારણ એ નથી કે હરિજનો મંદિરમાં પ્રવેશ કરવા
છે છે, અથવા તો મંદિરો એમને માટે ઊઘડશે એટલે એમનામાં ભારે પલટ થઈ જશે. મંદિર પ્રવેશની માગણી તો સવર્ણ હિંદુઓની આત્મશુદ્ધિને સારુ છે. એ માગણી એટલા માટે કરવામાં આવે છે કે જે હક દરેક હિંદને છે તે હરિજનો પાસેથી અન્યાયપૂર્વક છીનવી લેવામાં આવેલો છે. એક પણ હરિજન હિંદુ મિિરમાં પ્રવેશ ન કરે તે તે મંદિરનાં દ્વાર હરિજન ભાઈઓ માટે ખુલ્લાં મૂકવાનું સવર્ણ હિંદુઓનું ર્તવ્ય છે. સવર્ણ હિંદુઓનાં હદયમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થયાની એ સાચામાં સાચી નિશાની છે. હરિજન સામેના બીજા પ્રતિબંધે તે જવા જ જોઈશે, પણું જે આ પ્રતિબંધ રહેશે તો અસ્પૃશ્યતા નાબૂદ થઈ નહીં ગણાય.” (હરિજનબંધુ, ૧૫-૧૧-૩૬)
આ છેલ્લો ઉતારો જેમાંથી આપેલ છે. તે લેખ લખાયાને એક અઠવાડિયું પણ નહેતું થયું, ત્યાં એક ચમત્કાર થયો. મનુષ્યના વહેવારમાં “ચમત્કાર’ શબ્દને પ્રયોગ થઈ શકે, તે આ ખરેખર ચમત્કાર હતા. ત્રાવણકોરના મહારાજા સાહેબે તેમના અંકુશ નીચેનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com