________________
અતિરપ્રદેશ અને શા મળે નહી, જેથી એ વર્ગના લેને જુદા ઓળખી શકાય. એટલે આ સાહેબ. નક્કી કર્યું કે જેનું પાણી ન ચાલે” તે (એટલે કે જલ-અચલ) જાત તે “બાહ્ય”. આ વ્યાખ્યા પણ અધૂરી નીવડી; કેમ કે શાહ કરીને એક બહુ જ ધનિક ને પ્રતિષ્ઠિત જાતિ ગણાય “જલ-અચલ'; પણ લેકે એને બહુ જ માન આપે, ને એ જાતિને લેકે પૈસા આપીને “ઊંચ વરણ”ની કન્યાઓ પણ લઈ આવે! એટલે કે “બાહ્ય' શબ્દની કઈ ચેકસ વ્યાખ્યા જ ન બાંધી શકાય! જે વ્યાખ્યા બાંધે તેમાં મેટા અપવાદ કરવા પડે. છતાં એ લેકે આ વર્ગીકરણ કરવા પાછળ મંડયા રહ્યા. આસામમાં , સૂત અને નાથ બે જાતિઓને “બાહ્ય જાતિમાં મૂકવાનો વિચાર તે અમલદાન હતું, પણ તેની સામે એ જાતિઓએ પોતે જ સખત વિરોધ દર્શાવ્યું, એટલે એ વાત પડતી મૂકવામાં આવી. પણ કેબ અને બનિયાને તે તેમણે “બાહ્ય જાતિમાં મૂક્યા જ. કેટલાક શિક્ષિત હિંદુઓએ આ અમલદારને કહ્યું કે આસામમાં કઈ જાત સામે એ કડક પ્રતિબંધ નથી; થોડાક થોડાક ભેદ હોય તે તે બ્રાહ્મણ અને ક્ષત્રિય, તથા બ્રાહ્મણ અને વૈશ્ય વચ્ચે પણ છે તેથી આ ગરીબ જાતેને “પછાત” ભલે કહો, પણ તેમને “બાહ્ય” ન કહેવાય. પણ અમલદારે કહ્યું કે એ જાતિઓને “હલકી” તે ગણવામાં આવે જ છે ને! પણ આમાં “બાહ્ય” કેને ગણવા તે નક્કી કરતાં ડગલે ડગલે મુશ્કેલી નડે. આ જાત પ્રત્યેનું ઇતર હિંદુઓનું વર્તન જુદું જુદું. ત્યાંની કૉલેજમાં ઇતર હિંદુ છેકરાઓ સામાન્ય રીતે આ જાતવાળાને જમવા જુદા બેસાડે – તે પણ માબાપના ડરથી - પણ મિજબાની કે ઉત્સવને દહાડે તે પિતાની જોડે જ બેસાડે, ને તે દહાડે બધું સેળભેળ! આવી અસ્પૃશ્યતા– જે જુદે જુદે ઠેકાણે ને જુદી જુદી જાતિ પર ઓછીવત્તી કડકાઈવાળી હેય, ને જેમાં વખતોવખત ફેરફારો થાય, તેને ઈશ્વરની સરજેલી ને અવિચળ શી રીતે કહી શકાય?
યુક્ત પ્રાંતના વસ્તીપત્રક અમલદાર મિ. ટનરે લખ્યું કે “અસ્પૃશ્ય અને દલિત વર્ગો એક જ છે એમ જે ઘણુ લેકેનું માનવું છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com