________________
રાજ્યકર્તાને ફળ
૩૦ ઉપરાંત બીજાઓને પણ એમાં સામેલ કર્યા; અને “દલિતોની સંખ્યા અગાઉના કરતાં કેવી વધી તે આપણે ઉપર જોઈ ગયા.
બિહાર અને એરિસ્સા પ્રાન્તનું ૧૯૩૧નું વસ્તીપત્રક તૈયાર કરનાર અંગ્રેજ અમલદારે લખ્યું:
અસ્પૃશ્ય શબ્દની તાત્વિક વ્યાખ્યા આપવી સહેલી છે. પણ જ્યારે વિગતે તપાસવા બેસીએ છીએ ત્યારે એ ઠરાવવું મુશ્કેલ પડે છે કે કઈ જાતિઓને અસ્પૃશ્ય ગણાય ને કોને ન ગણાય. આ પ્રાંતની સ્થિતિ દક્ષિણ ભારત કરતાં બહુ જુદી છે. અહીં એ જાતિઓ ભલે નામની અસ્પૃશ્ય ગણાતી હોય, ને ટાછવાયા કોક માણસ તેમને અડતા ન હોય, પણ એ જાતિઓ સામે ખાસ કઈ સામાજિક પ્રતિબંધ નથી. એ એક દાખલ તેલી છે. તેલી, સુરી ને કલવાર લોકો પૈસેટકે ખેડૂતો કરતાં વધારે સુખી છે, ને તેમને દલિત ન કહી શકાય. ક્યાંક એમને મંદિરમાં નહીં પેસવા દેતા હોય; પણ એટલા જ કારણસર તેમને દલિત ન ગણી શકાય. બીજી બાજુ અમારે ખરેખરા દલિત છે. પણ એમની બાબતમાં પણ પરિસ્થિતિ જિલ્લે જિલે ને ગામડે ગામડે જુદી જુદી છે. કેટલીયે જગાએ તેમને કે પાણી ભરતાં કોઈ રોકતું નથી. આ વર્ગમાં જેમને મુકાશે તેમને શિક્ષણ વગેરેની વધારે સગવડે અપાશે એવું જે જાહેર થાય, તે ઘણી જાતિઓ જે જરાયે અસ્પૃશ્ય નથી કે જેમને અત્યારે આ યાદીમાં મૂકી નથી તે પણ એ યાદીમાં સામેલ થવા માટે બુમાટે કરી મૂકે.” .
આ પ્રાંતમાં પણ “દલિતોની સંખ્યા મનસ્વીપણે કેવી ઘટાડવામાં આવી તેના આંકડા ચોંકાવે એવા છે. ૧૯૧૧ના વસ્તી-- પત્રકમાં “દલિત વર્ગો માં ગણેલી જાતો ૩૭ હતી, ને તેમની કુલ સંખ્યા ૧ કરોડ ૩૫ લાખની હતી; જ્યારે ૧૯૩૧ના વસ્તીપત્રકમાં એ જાતિ ૩૧ થઈ, ને તેમની કુલ સંખ્યા ૬૫ લાખ થઈ. જૂની ૩૭ જાતેમાંથી માત્ર ૧૪ જ ૧૯૩૧માં કાયમ રહી; બાકીની ૨૩ને કાઢી નાખવામાં આવી, ને નવી ૧૭ જાતો ઉમેરવામાં આવી ! ત્યારે શું વીસ વરસના ગાળામાં ૨૩ જાતો અસ્પૃશ્ય મટી ગઈ ને નવી ૧૭ જાતે અસ્પૃશ્ય થઈ?
બીજા પ્રાંતના વસ્તીપત્રક અમલદારેએ “દલિત વર્ગ' શબ્દ વાપર્યો હતો, પણ આસામના અમલદારે “બાહ્ય જાતિ” શબ્દ યોજી તે શબ્દ વાપર્યો. બાહ્ય જાતિ કોણ? આસામમાં એવી કડક અસ્પૃશ્યતા મં–૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com