________________
સજ્યકર્તાને ફાળે ખોટું છે. ઘણે અસ્પૃશ્યો એવા છે જે દલિત નથી; અને ઘણા દલિતો એવા છે જે અસ્પૃશ્ય નથી. વળી બીજી મુશ્કેલી એ છે કે અસ્પૃશ્યતા જુદી જુદી જગાએ જુદા જુદા પ્રમાણમાં ને જુદી જુદી જાતિ પરત્વે છે. બ્રાહણે કરતાં ક્ષત્રિયે ને વિયે, તથા ક્ષત્રિય ને વૈ કરતાં શો, એછી આભડછેટ રાખે છે, બ્રાહ્મણે બધા એકસરખી પાળતા નથી. એટલે આ અમલદારે બે વર્ગ પાડ્યા (૧) અસ્પૃશ્ય ને દલિત; (૨) સ્પૃશ્ય પણ દલિત. આ બંનેને તેમણે “દલિત' વર્ગમાં મૂકયા. એટલે કે યુક્ત પ્રાંતના “દલિત વર્ગોની જે યાદી વસ્તીપત્રકમાં અપાઈ, તેમાં સ્પૃશ્ય ગરીબ પણ સામેલ હતા. છતાં
અસ્પૃશ્ય' કોણ તે નક્કી કરવાને આધાર એકમાત્ર વસ્તીપત્રક ઉપર રાખવામાં આવે છે !
“દલિત' કોને ગણાય એ ઠરાવવાની મુશ્કેલી પંજાબમાં પણ એટલી જ નડેલી. જે જાતને દક્ષિણ ભારતમાં મંદિર પ્રવેશની છૂટ નહેતી તેમને પંજાબમાં તે છૂટ હતી. કૂવાતળાવના વાપરમાં એકસરખું ધારણ નહીં. અમુક જાતિઓને એક જગાએ જાહેર જળાશયમાંથી પાણું ન ભરવા દે; પણ જયાં પાણીની તંગી હોય ત્યાં એ જ જાતિએને જરા છેટેથી પણ જળાશયમાંથી પાણુ લેવા દે. વળી આ જાતમાંથી જે આર્યસમાજી થયા હોય તેમણે તે પિતાની જાત
આય' લખાવી હોય, એટલે તે “દલિત ”માં ગણાય નહીં. ઉપરથી હુકમ છૂટેલા કે જે દલિત વર્ગો “સંખ્યાની દષ્ટિએ મહત્ત્વના ન હોય, તેમને પડતા મૂકવા. એટલે ૨૪ જાતિ, જે ૧૯૨૧ના વસ્તીપત્રકમાં દલિત'ની યાદીમાં મુકાઈ હતી, તેમને ૧૯૩૧માં કાઢી નાખવામાં આવી. એટલે કે તે “અસ્પૃશ્ય” મટી ગઈ! વળી ૧૯૨૧ના વસ્તીપત્રકમાં “નીચ વરણની નાતોની સંખ્યા ૯,૦૧,૨૫૧ હતી; તે ૧૯૩૧ની વસ્તીપત્રકમાં ૨,૯૯,૯૫૪ થઈ – એટલે કે ૬૬.૭ ટકાનો ઘટાડ! લાલબેગી નામની જાતની સંખ્યા ૧૯૨૧માં ૪,૩૭,૨૯૫ હતી; તે ૧૯૩૧ના વસ્તીપત્રકમાં ૫૮,૮૯૭ થઈ એટલે કે ૮૬.૫ ટકાનો ઘટાડે ! આટલી મોટી સંખ્યા ક્યાં ગેબ થઈ ગઈ? એ પ્રાંતના વસ્તીપત્રક અમલદારે એક વાક્ય લખેલું તે ભારે ચેતવણરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com