________________
૨૨
જિન ધર્મમાં અસ્પૃશ્યતા? જૈન સંપ્રદાયમાં જુદે જુદે વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર સહુ દાખલ થયેલા છે, એ એતિહાસિક હકીકત છે. જૈન સંપ્રદાયમાં તેઓ ને તેમના વંશજો બ્રાહ્મણ જૈન, ક્ષત્રિય જૈન, વૈશ્ય જૈન, અને શુદ્ધ જૈન એવે નામે ઓળખાતા નથી. માણસ મૂળ ગમે તે જાતિને હોય, પણ જૈન સંપ્રદાયમાં પ્રવેશ કર્યા પછી તે
જેન' એ નામે જ ઓળખાય છે. દાખલા તરીકે, આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર મૂળ બ્રાહ્મણ હતા, આચાર્યશ્રી હેમચન્દ્ર મૂળ વણિક હતા, રાજા કુમારપાળ મૂળ ક્ષત્રિય હતા, અને સાધુ હરિકેશી બળ મૂળ હરિજન હતા. છતાં તેઓ “જૈન” તરીકે જ ઓળખાયા. આમ જૈનમાં મહેમાહે જાતિભેદ પળાતો જાણમાં નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં હરિકેશી બળનો પ્રસંગ આવે છે ત્યાં જન્મથી જાતિ માનવા સામે સારી પેઠે લખેલું છે. કહે છે: “કર્મથી બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય થવાય છે, વસ્ય કર્મથી થવાય છે, ને શદ્ધ પણ કર્મથી થવાય છે.” બ્રાહ્મણનાં લક્ષણ વિસ્તારથી આપ્યાં છે, તેમાં કહ્યું છે: “દેવ, મનુષ્ય કે તિર્યંચની સાથે, મન, વચન કે કાયાથી પણ, જે મિથુન ન સેવે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ કમળ જળમાં જગ્યું હોવા છતાં જળથી લેપાતું નથી, તેમ જે કામનાઓ વડે લપાતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.” - પ્રભાચન્દ્રાચાર્યને રચેલે “પ્રમેયકમલમાર્તડ' નામને, જેને તત્વજ્ઞાનને, માટે અન્ય છે, તેમાં જાતિવાદની ચર્ચા લંબાણથી આપી છે. તેમાં અન્યકર્તાના કહેવાનો આશય એ છે કે “બ્રાહ્મણ નામે ઓળખાતી જેટલી એક્તિઓ – જેટલા માણસે – હેય તે સર્વમાં બ્રાહ્મણત્વ હોય જ, ને તે સદા ટકી રહે જ, એમ ન કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com