________________
ૌદ્ધ ધર્મ અને સંધ ના. કેમ કે પ્રારબ્ધ, સંચિત, આગામી કર્મ સહુ પ્રાણુઓને લાગેલાં છે. એ કર્મથી પ્રેરાઈને સજજનો જગતમાં આચરણ કરે છે. તેથી કર્મ એ બ્રાહ્મણનું લક્ષણ નથી.
તે શું દાની માણસ બ્રાહ્મણ છે?
ના. સુવર્ણ વગેરેનું દાન કરનાર ક્ષત્રિય પણ ઘણું થઈ ગયા છે. તેથી દાની માણસ એ બ્રાહ્મણનું લક્ષણ નથી.
ત્યારે બ્રાહ્મણ કોને કહી શકાય?
જે માણસે આત્માને હથેળીમાં આમળાની પેઠે સાક્ષાત જે છે તે બ્રાહ્મણ છે. આત્મા અત્રિીય છે. એને જાતિ, ગુણ કે ક્રિયા. નથી. એ છ ઊર્મિ, છ ભાવ ઇત્યાદિ સર્વ દેષોથી રહિત છે. એ સત્ય જ્ઞાન આનન્દ અનન્ત સ્વરૂપ છે.. એ પતે નિર્વિકલ્પ હોઈ કાળના અનેકાનેક ક એને આધારે ચાલે છે. એ ભૂતમાત્રનો અંતર્યામી છે. એ આકાશની જેમ વિશ્વને અંદર ને બહાર વ્યાપી વળેલો છે. અખંડ આનન્દ-એ એને સ્વભાવ છે. એ અપ્રમેય છે. કેવળ અનુભવથી જ એનું જ્ઞાન ને એને સાક્ષાત્કાર થઈ શકે છે. એવા આત્માને સાક્ષાત્કાર કરીને જે મનુષ્ય કામ રાગ આદિ દેશને દૂર કર્યા છે; શમ દમ આદિ પ્રાપ્ત કર્યો છે; મત્સર, તૃષ્ણ, ચણા, મેહ વગેરેને નિવાર્યા છે; દંભ, અહંકાર વગેરેને જેના ચિત્તને સ્પર્શ સરખો થતો નથી, – એવો જે મનુષ્ય હોય તે જ બ્રાહ્મણ છે. શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસ સહુને આ જ અભિપ્રાય છે. બીજી રીતે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થતું જ નથી.* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com