________________
મદિવસ અને શા યાદ હતું. તેને શાર્દુલકર્ણ નામનો દીકરો હતો. તેને પિતાએ પાછલા ભવની જેટલી વિદ્યા યાદ હતી તે બધી શીખવી. એટલે છોકરો સર્વ વિદ્યામાં પારંગત થયો.
પુષ્કરસરી નામની એક બ્રાહ્મણની એકની એક દીકરી સર્વ વિદ્યાકલાસંપન્ન હતી. તે પિતાના દીકરા માટે સર્વ રીતે યોગ્ય છે, એ વિચાર ત્રિશંકુને આવ્યો. બીજે દિવસે સવારે તે મોટા પરિવારને લઈ પેલા બ્રાહ્મણને ત્યાં ગયા. બ્રાહ્મણે એનું સારી રીતે સ્વાગત કર્યું. પણ જ્યારે એણે પિતાની કન્યાનું માથું કર્યું, ત્યારે બ્રાહ્મણે એને ઠપકો આપ્યો ને કહ્યું: “ચંડાળ થઈને બ્રાહ્મણની કન્યાનું માણું કરતાં શરમ નથી આવતી?' આ પછી વર્ણભેદ વિષે બ્રાહ્મણ અને ચંડાળ વચ્ચે લાંબો સંવાદ ચાલ્યો.
- ત્રિશંકુએ કહ્યું: “રાખ અને સેના વચ્ચેનો ભેદ આપણે જોઈ શકીએ છીએ. પણ બ્રાહ્મણ અને અન્ય વર્ણના માણસ વચ્ચે તે એ ભેદ દેખાતું નથી. અરણીનાં લાકડાં ઘસવાથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે, તેવી રીતે તે કંઈ બ્રાહ્મણને જન્મ થતો નથી. બ્રાહ્મણને જન્મ આકાશમાંથી નથી થત, વાયુમાંથી નથી થતો તે પૃથ્વી ભેદીને પણ નીકળતો નથી. જેમ ચંડાળનો તેમ બ્રાહ્મણનો જન્મ પણ માતાના ઉદરમાંથી જ થાય છે. બ્રાહ્મણનું મૃત્યુ થાય છે ત્યારે બીજા વર્ણના મૃત્યુની પેઠે એથી પણ અશૌચ થયું ગણાય છે; એમાં જરાસરખો ફરક પડતો નથી. - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ તે ખાલી નામે છે; એમાં ખરેખર ભેદ કશો નથી. મનુષ્યમાત્રને પગ છે, સાથળ છે, નખ છે, માંસ છે, પડખાં છે, પીઠ છે. સહુને એક પ્રકારના અવયવો છે. કઈમાં કઈ પ્રકારને કશે ભેદ નથી. એટલે એ ચાર ભિન્ન જાતિ હેઈ શકે નહીં. જેમ બાળકે રસ્તે રમતાં હાથમાં ધૂળ લે, અને તેના જુદા જુદા ભાગ પાડી એક ભાગને પાણી કહે, બીજાને દૂધ કહે, ત્રીજાને દહીં, ચોથાને માંસ, અને પાંચમાને થી કહે, પણ તેથી કંઈ ધૂળનું પાણી, દૂધ કે ઘી બની જતું નથી; તે જ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com