________________
શિવ સંપ્રદાય
૧૫૫' ડાબી આંખ કાઢવા ગયો, એટલે મૂર્તિએ હાથ લાંબો કરી તેને રોકી લીધો. તેણે શિવને આંખ આપી, તેથી તેનું નામ “આંખ આપનાર મિત્ર’ (કણાપ્પા) પડ્યું. એની આ કથા તામિલ અને તેલુગુ બન્ને ભાષામાં અનેક પ્રસિદ્ધ કવિઓએ વર્ણવી છે. ૧૪
આવા જ એક શિવભક્ત વ્યાધની કથા ચાલે છે. એક ગરીબ વ્યાધ હતો. એક વાર આખો દિવસ કશે શિકાર ન મળ્યો, એટલે નિરાશ થયેલો. રાત પડી ગઈ હતી. ઘર ઘણું દૂર હતું. જંગલમાં તે સાવ એકલે હતો. પાસે બીલીનું ઝાડ હતું. તેની ડાળીઓ છેક જમીન સુધી નીચી નમેલી હતી. વ્યાધ જંગલી જાનવરોથી બચવા ઝાડ પર ચડીને નિરાંતે બેઠો. ડાળીઓના ઝુંડ પર લપાઈને પડ્યો હતો ત્યાં ઘેર ભૂખે મરતાં બૈરી છોકરાંનું સ્મરણ થયું. એમને વિષે મનમાં દયા ઊપજી ને આંખમાંથી આંસુની ધાર ચાલી. આંસુ બીલીના પાન પર પડ્યાં, ને એના ભારને લીધે પાંદડાં ખરીને નીચે ભય પર પડ્યાં. પણ બીલીના ઝાડ નીચે શિવલિંગ હતું. પેલાં આંસુ ને સાથેનાં પાંદડાં એ લિંગ પર પડ્યાં. રાતે એક કાળે નાગ ઝાડ પર ચડ્યો ને વ્યાધને ડો. દેવદૂતો આવ્યા, એના આત્માને કૈલાસમાં લઈ ગયા, ને એને શિવના ચરણ આગળ મૂકી દીધે. કેલાસમાં શોરબકોર થઈ રહ્યો. એકસામટા સવાલ પર સવાલો પુછાવા લાગ્યા: “આ વનચર અહીં કેમ આવ્યો છે? એણે માંસ નથી ખાધું? એણે વેદમંત્રો સાથે હોમહવન કર્યો છે? એ શું ધર્મ સમજતો હતો ?' પણ મહાદેવે સહેજ આશ્ચર્યથી એ બધા સામે નજર નાખીને પૂછયું: “એણે બીલીપત્ર ને આંસુ વડે મારી પૂજા કરી હતી કે નહીં?” એવા એ ભગવાન આશુતેષ છે.
કુરળ નામના પ્રસિદ્ધ તામિલ ધર્મગ્રંથના કર્તા બ્રાહ્મણધર્મો હતા ખરા, પણ તે નીચ ગણાતી જાતિના હતા, એમ માનવાને વાજબી કારણ મળે છે.”૧૫
આ શિવ ભક્તો મંદિરમાં બગીચે કરીને, મંદિર વાળીને, યા ફૂલની માળા બનાવીને – એમ કંઈ ને કંઈ શારીરિક શ્રમ કરીને, મંદિરમાં પિતાની સેવા આપતા. આ સંપ્રદાયનાં થોડાંક નાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com