________________
૧૮૬
મહિરવેશ અને શા તે મનને પૂછવા લાગ્યો : “આ શું સ્વમ હતું? ના. સ્વમ હેય તે મારા હાથમાંને તકિયે ક્યાં ચાલ્યા જાય? ભગવાને મારા મનની વાત જાણીને એક તકિયે સ્વીકારી લીધો. કેવું મારું ધન્યભાગ્ય !'
પણ પાછો વિચાર આવ્યોઃ “અરે, મેં આ શું કર્યું? એ તે બાદશાહને તકિયો હતો. એ જગન્નાથજીને આપી દેવાને મને શે હક હતો? બાદશાહને શું જવાબ દઈશ?' ફરી પાછું થયું : “હશે, જે થયું તે થયું. જગદીશ્વર આગળ દિલ્હીધર શી વિરૂઆતમાં છે? એ બાદશાહના પણ બાદશાહે તકિયે સ્વીકાર્યો એ બસ છે. હવે જે થવાનું હોય તે ભલે થાઓ.”
પરમેષ્ઠી આ વિચારવમળમાં પડ્યો હતો ત્યાં બાદશાહના માણસે બોલાવવા આવ્યા. દરજી એક ત િલેવડાવીને ચાલ્યો. બાદશાહ તકિયાની સિલાઈ ને કારીગરી જોઈ રાજી થયો. પણ તેણે પૂછયું: એક જ તકિયો કેમ? બીજે હજુ તૈયાર નથી થયો શું?'
પરમેષ્ટીએ બાદશાહને પગે પડીને કહ્યું: “જહાંપનાહ! તકિયા તે બંને તૈયાર થયા હતા. પણ એમાંથી એક નીલાચલપતિ જગન્નાથે સ્વીકારી લીધું છે. એટલે આપની પાસે એક જ લાવી શક્યો છું. ગરીબપરવર ! હું કદી જૂઠું બોલતો નથી.' બાદશાહ આ વાત સાંભળી હસી પડ્યો, ને રોષમાં આવી કહેવા લાગ્યા; કેવી પાગલ જેવી વાત કરે છે! ક્યાં નીલાચલ ને ક્યાં દિલ્હી ! મારી દિલ્હીમાંથી તકિયે કાણુ ઉઠાવી જાય? સાચી વાત કહી દે, નહીં તો તારી બૂરી વલે થશે.”
પરમેષ્ટી કહે : “જહાંપનાહ! સાવ સાચું કહું છું. મને જિવાડે કે મારો, પણ વાત જે બની તે મેં આપને કહી છે. જગન્નાથજીએ એ તકિયો અહીંથી લઈ લીધે એમાં આપને નવાઈ કેમ લાગે છે? જગન્નાથજી તે આખી આલમના ધણી છે. આપની દિલ્હી શું આલમની બહાર છે? ભગવાન તે સર્વવ્યાપી છે. જગતમાં એ કોઈ કામ નથી જ્યાં એ ન હોય. એનું રહેઠાણ ને એનું ધામ જગતમાં બધે જ છે. તો એ દિલ્હીમાંથી આપને તો લઈ જાય એમાં નવાઈ શી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com