________________
* મહાન સ્વામી . . ૨૩૨ કૃષિકર્મ તથા વણજ વ્યાપાર તથા વ્યાજવટું આદિ વૃત્તિઓ કરીને વર્તવું. અને જે શદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણદિક ત્રણ વર્ણની સેવા વગેરે દ્વારા ગુજરાન કરવું.”૯ જે જમાનામાં શુષ્ક વૈરાગ્ય ઘણે ચાલતો હતો ને લેકે કામધંધાથી કંટાળી વેરાગી થઈને નીકળી પડતા, એ જમાનામાં તેમણે ભાર દઈને કહ્યું કે પોતાના વર્ણાશ્રમને ઘટિત એ જે ઉદ્યમ તે પિતાના સામર્થ્ય પ્રમાણે કરો.”૧૦ તેમના સત્સંગી થવા માટે સંસાર તજવો જ પડે એવું નથી. સંસારનાં પિતાનાં કર્તવ્ય સારી રીતે, પ્રામાણિકપણે પાર પાડીને એમના સત્સંગી થઈ શકાય છે. એ વહેવાર વિષે પણ તેમણે કેટલીક રૂડી, શિખામણ આપેલી છે. જોકે જ્યાં હતા ત્યાંથી તેમને ઊંચે ચડાવવા, એ તેમને ઉદ્દેશ હતો. તેથી, પિતે ગમે તે વર્ણને ત્યાં જમવાને બાધ ન રાખતા છતાં, ગૃહસ્થાને તે મર્યાદા પાળવાની છૂટ રહેવા દીધી; અને કહ્યું કે “જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે, શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાપે કરીને પણ, જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીને પ્રસાદ લેવાય તેને દેષ નહીં.”૧૧ તેમને લેકનાં જીવનમાં બીજા ઘણું મોટા સુધારા કરાવવા હતા. ચારી, વ્યભિચાર, જુગાર, કફ વગેરે વ્યસનેમાંથી તેમને કાઢવા હતા કે તેમાં ફસાતા રોકવા હતા, અને તેમનાં જીવન ભગવદ્ભક્તિ તરફ વાળવાં હતાં. એટલે જમવા વિષેના ચાલતા પ્રવાહમાં તેમણે ખલેલ ન પાડી હેય એ બનવાજોગ છે. લોકોની સ્થળ સમજ જોઈને, તથા ભગવદ્ભક્તો રાજી થાય એટલા માટે, એવી છૂટ તેઓ મૂકતા એવા દાખલા છે. તેમણે એક વાર કહેલું: “અમારે પિતાની કેરનું અને બીજાની કારનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે; અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલાં માયિક પદાર્થ માત્ર છે તે તે સર્વે એકસરખાં જણાય છે. અને કઈક સારું નરસું જે કહીએ છીએ તે તે ભગવાનના ભક્તને સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com