________________
બીજા સાધુસંતો
૨૧ એ તો વાસુદેવ પરમાત્મા જ છે.” જેમ જેમ ગાન વધ્યું તેમ તેમ વાદિરાજને હાથને બોજો વધવા લાગ્યો. તેઓ તે ખમી ન શકયા. તેમણે મૂઠી ઉઘાડી તો તેમાં શું હતું? એક શાલિગ્રામ અને તુલસીપત્ર.
વાદિરાજ સ્વામીએ એક દિવસ બ્રાહ્મણોને અક્કેક કેળું આપ્યું અને કહ્યું: “આજે એકાદશી છે. કોઈ જુએ નહીં એવે ઠેકાણે જઈને આ ખાજે.” બેશક કનકને પણ એક કેળું આપ્યું હતું. સાંજે બધા ભેગા થયા. પિતાની આજ્ઞાનું પાલન કેવું થયું છે એ જોવા વાદિરાજે દરેક જણને પૂછયું. દરેક જણે ક્યાં કયાં એકાંત શોધ્યું તે કહ્યું. એકલા કનકદાસના હાથમાં કેળું એમ ને એમ રહ્યું હતું. એમણે કહ્યું: “ જ્યાં જાઉં ત્યાં વાસુદેવ છે જ. એકાંત મળે ક્યાં? એટલે હું કેળું એમ ને એમ લઈને બેઠે છું.”
એક દિવસ કનકદાસને મન્દિરના તળાવમાં નાહી દર્શન કરવાનું મન થઈ આવ્યુંવેદિરાજ ઉડપીમાં ન હતા. કનકના કેડ પૂરા કરે એવું બીજુ કાઈ ઉડપીમાં ન હતું. જેટલી વાર દર્શન કરવા જાય તેટલી વાર બ્રાહ્મણે એમને કાઢી મૂકે. આખરે નિરાશ. થઈને કનકદાસ મદિરની પાછળ ગયા ને ગાવા લાગ્યા. કરૂણામાં એમણે પિતાનું આખું હદય ઠાલવી દીધું. પરમાત્માથી એ સહેવાયું નહીં. મૂર્તિ એકાએક પેલા કર્મકાંડી બ્રાહ્મણેથી વિમુખ થઈ પાછલી બાજુએ મેં ફેરવી ઊભી! '
“આ થયું શું? હવે કરવું શું? કાઈને સૂઝે નહીં. વાદિરાજ આવ્યા. એમણે બનેલી બીના જાણતાંત કહ્યું: “અરે, તમે કનકદાસનો કંઈક ગુનો કર્યો છે, તેથી જ વાસુદેવે આપણા આચારધર્મ તરફ પૂઠ ફેરવી છે.” આખરે એમણે મન્દિરની પાછલી દીવાલમાં પથરાની જાળી કારાવી, અને કનકને દર્શન થયાં! આજે પણ એ બારી કનકની બારીને નામે ઓળખાય છે. એ બારી પાસે જ કનકની કુટિ છે. આજે ત્યાં એક સંસ્કૃત વર્ગ ચાલે છે.
2 “એક રથયાત્રાને પ્રસંગે કોણ જાણે શાથી પણ રથ કેમે કર્યો ખસે નહીં. આખરે વાદિરાજે કહ્યું: “એમ જ દેખાય છે કે કનકના સ્પર્શ વગર રથ ચાલવા દેવાની પરમાત્માની મરજી નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com