________________
ર
સદિગ્મવેશ અને શાસ્ત્રા
ધન્ય છે. વાદિરાજ સ્વામીને જેમણે જોઈ લીધું કે અન્ત્યજોના સ્પર્શી વગર સમાજનું ગાડું ચાલવાનું નથી. આજે કર્ણાટકમાં ચુસ્તમાં ચુસ્ત મરજાદી વૈષ્ણુવ બ્રાહ્મણા કનકનાં રચેલાં ભજને ગાઈ ને ભક્તિરસ કેળવે છે; એમને સંત તરીકે સ્વીકારી એમનું ચરિતામૃત ગાવામાં પેાતાને પાવન થયા માને છે; અને છતાં એ જ કનકદાસના જાતભાઈ એને હડધૂતના હડધૂત જ રાખે છે.’૧૩
અસ્પૃશ્ય ક્રાણુ ગણાય એ વિષે કનકદાસનું રચેલું એક કાનડી કાવ્ય છે, તેના ભાવાર્થ આ પ્રમાણે છે :
એ મૂરખ, અસ્પૃશ્યને શેાધવા ગામ બહાર ઢેડવાડામાં શા સારુ જાય છે? આંખ ઉઘાડીને શું તું એટલું જોઈ શકતા નથી કે એ તે અહી ગામમાં જ છે? જે માણસની પાસે ઘણું ધન છે પણુ જે બહુ જ ઓછાનું દાન કરે છે, તે અસ્પૃશ્ય છે; જે માણસ પેાતાને બીજાના કરતાં સારે। માને છે તે અસ્પૃશ્ય છે; જે માણસ અસત્ય મેલે છે કે બૂરી વાણીને ઝાઝી છૂટ આપે છે તે અસ્પૃશ્ય છે; અને જે અસુર ખીજાના જીવ લે છે તે ઘણા બૂરા અસ્પૃશ્ય છે.
ત્યારે તું અસ્પૃશ્યને ખેાળવા ઢેડવાડે શા સારુ જાય છે ? એ શું ગામની અંદર ખીજે ઠેકાણે મળતા નથી જે માણસ પૈસા ઉછીના લઈ જાણે છે પણ તે પાછા આપી જાણતા નથી તે અસ્પૃસ્ય છે; જે રાંક થઈ તે વિષયે ને! દાસ અને છે તે અસ્પૃશ્ય છે; જેનું લૂણુ ખાધું હોય તેનું નૂરુ કરનાર અસ્પૃશ્ય છે.
• ગામમાં નજર નાખી જો. ત્યાં ગમે તે જગાએ તને અસ્પૃશ્ય મળી આવશે. એને ખાળવા તું ઢેડવાડે શા સારુ જાય છે જે વચન આપીને તેાડે છે તે અસ્પૃશ્ય છે; જેનામાં મનની ઉદારતા નથી તે જે બધાં કામમાં પેાતાના સ્વાર્થ સાધવાના જ પ્રયત્ન કરે છે તે અસ્પૃશ્ય છે; જે પેાતાની જાણમાં થયેલા અન્યાય ઉધાડા પાડતા નથી તે અસ્પૃશ્ય છે; જે પાપી પોતાના સ્વામી ને સરજનહારની સેવા કરવાનું ભૂલી જાય છે તે અસ્પૃશ્ય છે. અસ્પૃશ્ય કઈ ઢંડભંગીના ઘરમાં જન્મતા નથી; એ તે! ગામમાં ઠેરઠેર જોવા મળે છે. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com