________________
૨૪ મહિરપ્રવેશ અને શા .
મુસલમાન સત્સંગી બન્યાના બીજા પણ કેટલાયે દાખલા છે. ગોંડળને રવજી નામનો એક મુસલમાન સત્સંગી થયેલ. “તેના સંબંધી જનેએ હિંદુ થયેલો જાણે તેને નાત બહાર કર્યો, અને સગાંવહાલાએ પણ તેને ત્યાગ કર્યો. પછી તેણે શ્રી સ્વામીનારાયણનું ભજન કરી, પિતે કમાણી કરી, જીવતા સુધી નિર્વાહ કરેલો; જ્યારે તે માંદો પડ્યો ત્યારે સત્સંગીઓએ તેનાં સંબંધીઓને કહ્યું કે “તમે - રવજીની ચાકરી કરો.” સંબંધી કહે: “એ તો હિંદના ભગવાન શ્રીસ્વામીનારાયણને માને છે, માટે અમે એની ચાકરી નહીં કરીએ.” પછી સત્સંગીઓએ તેની ચાકરી કરી, અને તે મરી ગયો. સત્સંગીઓએ તેનાં સંબંધીઓને કહ્યું કે “રવજી મૃત્યુ પામે છે, તેથી તમે તેના શબને લઈ જાઓ.” સંબંધી કહે કે “એ હિંદુના ભગવાનનું ભજન કરે છે, તેથી અમે એની દફનક્રિયા કરીશું નહીં.” પછી સત્સંગીઓએ તેને સ્મશાનમાં લઈ જઈ અગ્નિસંસ્કાર કર્યો.૪૮
આ ઉપરાંત, વડોદરાના કેટલાક આરબો સત્સંગી થયેલા. રહીમબક્ષ નામનો મુસલમાન ચિતારો સત્સંગી થયેલ. “તે વડોદરાના મન્દિરની ભીંતો રંગત અને ચીતરતો, અને આખો દિવસ ભજન કરતો.” કાઠિયાવાડના તેરા ગામને ખમીસે નામને મુસલમાન સત્સંગી થયેલે. શ્રીજીમહારાજના સમાગમથી એક ફકીરને જ્ઞાન થયેલું, ને અલાને સાક્ષાત્કાર થયેલ " એ વખતે સ્વામીનારાયણના સત્સંગી થવામાં સુખચેન અને માનપાન નહતાં. મુક્તાનંદ સ્વામીએ ગાયું છે:
“શૂળ ઉપર શયન કરાવે તેય સાધુને સંગે રહીએ રે." છે એના જેવી સ્થિતિ ઘણાયે સત્સંગીઓની થતી. માર પડતા, નાતજાતમાંથી બહિષ્કાર થતા, અને જીવનાં જોખમ પણ ખેડવાં પડતાં. એના અનેક દાખલા સંપ્રદાયના ગ્રન્થમાં આપેલા છે. શ્રી. કિશોરલાલ મશરૂવાળાના દાદા સુરતમાં વૈષ્ણવ પુષ્ટિમાર્ગમાંથી સ્વામીનારાયણના સત્સંગી થયેલા. એટલા કારણસર સુરતના આખા મહાજને–એટલે કે સર્વ પતિઓએ –એમના કુટુંબને બહિષ્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com