________________
બીજા સાધુસસે જ ર૫૩ બ્રાહ્મણને એક સતી સ્ત્રીઓ ક્રોધ હોવાની શિખામણ આપતાં કહ્યું કે “હે દિજશેષ! ક્રોધ એ માણસના શરીરમાં રહેલા તેને શત્રુ છે. જે ક્રોધ અને મેહ બેનો ત્યાગ કરે છે તેને દેવો બ્રાહ્મણ કહે છે. સ્વાધ્યાય, દમ, સરળતા (આર્જવ), અને ઈન્દ્રિયેને સતત નિગ્રહ એ બ્રાહ્મણને ધર્મ છે.' પછી સૂચવ્યું કે “પરમ ધર્મ તે શું એ જાણવું હોય તો મિથિલામાં એક સત્યવાદી, જિતેન્દ્રિય, ને માતપિતાની સેવા કરનાર ધર્મવ્યાધ રહે છે તેની પાસે જઈને પૂછો.”૩ કૌશિક તે પ્રમાણે મિથિલા ગ. ધર્મવ્યાધ દુકાને માંસ વેચતે બેઠો હતો. તે બ્રાહ્મણને પિતાને ઘેર લઈ ગયે; તેને પાણી પાયું; ને પછી કહ્યું: હું બીજાએ મારેલા પ્રાણીનું માંસ વેચું છું. હું હત્યા કરતો નથી, તેમ હું પોતે કદી માંસ ખાતે નથી. બાપદાદાને જે ધંધે છે તે મારે આજીવિકા માટે કરવો રહ્યો, માટે કરું છું.' બીજે પણ ઘણો ધર્મોપદેશ વ્યાધે બ્રાહ્મણને આપ્યું. તે સાંભળી કૌશિકે કહ્યું: “તમે ધર્મ ઘણે સારી રીતે સમજાવો છે. આવું તો બીજું કંઈ સમજાવીને - કહેતું નથી. મને તો લાગે છે કે તમે દિવ્ય પ્રભાવવાળા મહર્ષિ છે.”
એ વ્યાધ માતપિતાની કેવી સેવા કરતા હતા તે બ્રાહ્મણે જોયું; “આ સેવા કરતાં ચડે એવો બીજો ધર્મ નથી,' એમ ધર્મવ્યાધે કહ્યું તે સાંભળ્યું અને કહ્યું. “હું અહીં આવ્યો ને તમારો સત્સંગ કરવા પામ્યો એ મારું સદ્ભાગ્ય. ધર્મ બતાવનાર આવાં માણસે જંગતમાં મળવા મુશ્કેલ છે. હજારે માણસમાં કોઈ એકાદ માણસ ધર્મ જાણનારો હોય કે ન પણ હોય. હે પુરુષશ્રેષ્ઠ! તમારા સત્યથી હું રાજી થયે છું. જે શાશ્વત ધર્મ જાણવો બહુ કઠણ છે તે અહીં શદ નિમાં વાસ કરે છે. હું તમને શદ્ર માનતો જ નથી. તમે શક જગ્યા એમાં ભાવિના જ કંઈક હાથ હશે. જે શક દમ, સત્ય અને ધર્મનું નિરંતર આચરણ કરતો હોય તેને હું ખરે બ્રાહ્મણ માનું છું. આચરણથી જ માણસ દિજ બને છે. તમારામાં તે પ્રજ્ઞા છે, મેધા છે, વિપુલ બુદ્ધિ છે. તમે જ્ઞાનતૃપ્ત છે, ધર્મવિત છે. તમારે વિષે મને જરાયે શોક થતો નથી.' વ્યાધે બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા; અને બ્રાહ્મણ વ્યાધની પ્રદક્ષિણ કરી ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com