________________
૨૫૪
મહિ»વેશ અને ક્ષારો . જવા નીકળ્યો. આ કથા સાંભળી યુધિષ્ઠિર માર્કન્ડેય ઋષિને કહ્યું :
આ તે અતિ અદ્દભુત ને ઉત્તમ વ્યાખ્યાન કહેવાય.૫ - યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો. કૃષ્ણ પાટલા પર એક શંખ મુકાવીને કહ્યું હતું કે “યજ્ઞ પૂરે થશે ત્યારે આ શંખ આપોઆપ વાગશે; ને એ વાગશે ત્યારે જ યજ્ઞ પૂરો થયો ગણાશે.’ હોમહવન થયા, હજારો અતિથિ આવેલા તે જગ્યા, પણ શંખ વાગ્યો નહીં. કૃષ્ણ કહે: “કઈ પ્રભુભક્ત સંત જમવો બાકી રહ્યો હોવો જોઈએ. પિતાને દાસને પણ દાસ માનતે હેય, જેનામાં અભિમાનની ગંધ સરખી ન હોય, એવો સંત શોધી કાઢીને તેને જમાડે. તે યજ્ઞ
પૂરો થાય.' એ સંત ક્યાંથી શોધ ? કૃષ્ણ વાલ્મીકિ નામના - એક શ્વપાક (ચાંડાળ)નું નામ બતાવ્યું, ને તેનું ઠેકાણું આપ્યું.
ભીમ અને અર્જુન તેને ઘેર ગયા. શ્વપાક તે એમને આવેલા જોઈ કામકાજ છોડીને ઊભો થઈ ગયો, ને થરથર કાંપવા લાગ્યો. ભીમ - અર્જુન એને પગે લાગ્યા ને કહ્યું: “તમે આ જગતમાં સકલશિરોમણિ છે. તમારી તોલે આવે એવો બીજો કોઈ નથી. તમે કૃપા કરી અમારે ત્યાં ચાલે. તો અમારો યજ્ઞ પૂરો થાય.’
શ્વપાક આવ્યા. દ્રૌપદીએ જાતજાતની રસાઈ જાતે બનાવી. શ્વપાકને ૧. બહાર જમવા ન બેસાડતાં રસોડામાં જ જમવા બેસાડો. શ્વપાક
જો તેયે શંખ વાગ્યો નહીં! કૃષ્ણ કહેઃ “કેકે મનથી પણ એનું અપમાન કર્યું તેવું જોઈએ. નહીં તે શંખ વાગ્યા વિના રહે નહીં.' પાંચે પાંડવોએ કહ્યું: “અમે તે મનમાં એમને વિષે બુર વિચાર આપ્યો નથી. કૃષ્ણ દ્રૌપદીને પૂછ્યું. દ્રૌપદીએ કહ્યું : “હા, મારા મનમાં ઊંચનીચને વિચાર આવ્યો હતો ખરે.’ આ દોષ માટે દ્રૌપદીએ પાક વાલ્મીકિની ક્ષમા માગી, એટલે શંખ વાગે. કવિ કહે છે કે “જેના જમ્યાથી યજ્ઞ પૂરો થયો તે જ.ખરે શિરેમણિ કહેવાય.’ આ વાત મૂળ મહાભારતમાં નથી, પણ નાભાજીની
ભકતમાળીમાં આપેલી છે. એ બતાવે છે કે “ભકતમાળ” જેવા સુપ્રસિદ્ધ ગ્રન્થના લેખકની ભાવના કેવી હતી. આ કથા આપણું કલેકે આજે કેટલાયે સકાથી વાંચતા સાંભળતા આવ્યા છે. એક ભક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com