________________
- બીજા સાસરે
. ૨૫ કવિએ કહ્યું છે કે “કેઈને ઊંચ કે નીચ ન માને. જે હરિને ભજે તે હરિને થાય છે. '૭
રાજા હરિશ્ચન્દ્ર પિતાનું વચન પાળવા ચાંડાલને ત્યાં વેચાઈ સ્મશાનમાં શબ ઉપરથી કફનનું વસ્ત્ર લેવાનું કામ કર્યું હતું. તેમની કદી પૂરી થઈ રહી ત્યારે સાક્ષાત્ ધર્મે પ્રગટ થઈ રાજાને કહ્યું
મેં જ તમારી પરીક્ષા કરવા ચાંડાલનું રૂપ ધારણ કર્યું હતું. તમે પરીક્ષામાં પાર ઊતર્યા. હવે તમે ખુશીથી સ્વર્ગે જઈ શકશો.” રાજા કહેઃ “મારા વિયોગથી અયોધ્યાની મારી પ્રજા વ્યાકુળ થતી હશે. તેને મૂકીને મારાથી એકલા સ્વર્ગે કેમ જવાય? તમે મારી પ્રજાને પણ મારી જોડે સ્વર્ગે લઈ જાઓ તે મને વાંધો નથી; નહીં તો મને સ્વર્ગમાં રહેવા કરતાં તેમની જોડે નરકમાં રહેવાનું વધારે ગમશે.” ધર્મ કહેઃ “એમનાં સહુનાં કર્મ તે જુદાં જુદાં હશે. તે બધાં માણસ એકસાથે સ્વર્ગમાં કેમ જઈ શકે?? રાજા કહે: “મારાં જે કર્મોને લીધે તમે મને અનન્ત કાળ માટે સ્વર્ગે લઈ જવા માગે છે તે કર્મોનું ફળ એમને સહુને સરખે ભાગે વહેંચી આપો. પછી એમની જોડે મને સ્વર્ગનું સુખ એક પળવાર પણ મળશે તે હું રાજી થઈશ. પણ એમના વિના એ તો હું અનન્ત કાળ પણ સ્વર્ગમાં રહેવા નથી માગતો.” દેવે કહ્યું: “તથાસ્તુ. અયોધ્યાનાં સહુ માણસે – પુરુષો, સ્ત્રીઓ, બાળકો, ચાંડાલો સુધ્ધાં – રાજા સાથે સ્વર્ગે ગયાં. તે પછી વિશ્વામિત્રે અયોધ્યા ફરી વસાવી, ને હિતને ગાદીએ બેસાડો. રાજાએ ચાંડાલનું કામ કર્યું. તેથી તેને કે તેના વંશને જરાયે કલંક લાગ્યું નહીં. ઊલટો એ તે આખી પ્રજાને લઈને સ્વર્ગમાં ગયો.
• નિષાદ પિતા ને બ્રાહ્મણ માતાની સંતતિ–જે સ્મૃતિઓની વ્યાખ્યા અનુસાર ચાંડાલ ગણાય – તે પણ સંસ્કાર અને શિક્ષણ વડે શુદ્ધ થઈને તે જ જન્મે બ્રાહ્મણ ગણાયાનો એક દાખલ ભવિષ્યપુરાણમાં આપે છે. વિક્રમ રાજાના વખતમાં ત્રિપાઠી નામને એક બ્રાહ્મણ પરગામ ગયેલ તે દરમ્યાન તેની સ્ત્રીને નિષાદ જાતિના કઠિયારાથી દીકરો થયો. ત્રિપાઠીએ માદીકરાને કાઢી મૂક્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com