________________
બીજા સાધુસ તા
મૂર્તિ જડેલી. ભીલ જે ફળ મળે તે ચાખે, ને મીઠું હેાય તે મોંમાંથી કાઢી ભગવાનને ધરાવે. એક દિવસ ફળ જીભ પર મૂકતાં જ ગળામાં ઊતરી ગયું. એને દુઃખ થયું. સૌથી સારી ચીજ હૈાય તે ભગવાનને અશુ કરવી જોઈ એ, એટલું જ તે સમજતા હતા. તેણે કુહાડી લઈ ગળુ એક તરફથી કાપ્યું, તે તેમાંથી ફળ કાઢી ભગવાનને ધરાવ્યું. ગળામાંથી લાહીની ધાર છૂટવાને લીધે તે ખેહાશ થઈ તે પડયો. ભગવાન ત્યાં પ્રગટ થયા, તે કહેવા લાગ્યાઃ આ ચક્રિકના જેવા મારા કાઈ ભક્ત નથી. એનું ઋણ ફેડાય એવી એને આપવાની ચીજ મારી પાસે કઈ છે?’૧૨ એના માથા પર હરિએ હાથ મૂકયો એટલે એનું દુ:ખ મટયું ને તે બેઠા થયા. હિરએ પેાતાના પીતાંબર વડે તેના અંગ પરની ધૂળ લૂછી નાખી, અને એને જે જોઈ એ તે માગવાનું કહ્યું. ભીલ કહે - હે પરબ્રહ્મ ! હે કૃપાળુ પરમાત્મા! મેં તમારાં દર્શન કર્યાં, પછી મારે ખીજા શાની જરૂર રહે પણુ, હે લક્ષ્મીનારાયણુ, તમારે વર આપવા જ હોય, તે એટલું આપે ૐ મારુ” ચિત્ત તમારે વિષે જ ચોંટેલું રહે.’
·
.
પદ્મપુરાણમાં એક કથા એવી છે કે નરેાત્તમ નામના એક બ્રાહ્મણ મૂક ચાંડાલ, પતિવ્રતા શુભા, તુલાધાર વૈશ્ય, અદ્રોહક ચાંડાલ, અને પુરુષાત્તમ વૈષ્ણવ એ પાંચ જણ પાસે વારાફરતી જ્ઞાન મેળવવા ગયા હતા. અદ્રોહક ચાંડાલ પર ખાટું આળ આવવાથી તે જાતે ચિતા સળગાવી તેમાં કૂદી પડેલા, પણ તેને કશી આંચ આવી નહેાતી. તેને વિષે દેવાએ કહેલું : ‘ આ અદ્રોહકે કામને તીને જાણે ચૌદ ભુવન જીતી લીધાં છે. એના હૃદયમાં વાસુદેવ સદા વિરાજે છે. મૂક ચાંડાલને વિષે વિષ્ણુએ કહેલું : ‘મૂક ચાંડાલ પુણ્યાત્માઓમાં પ્રધાન તીરૂપ છે. ’
"
.
ર
અન્ત્યજ ભક્ત નંદનું નામ પાછળ આવી ગયું છે. તે નાનપણથી જ માટીના શિવલિંગની આસપાસ નાચતા, નટરાજ શિવનું રટણ કરતા, દૂરથી શિવમન્દિરનું દર્શન કરતા, ઉત્સવમાં દૂર ઊભા રહીને પણ મનથી ભળતા, ને પરોપકાર કરવાની તક કદી ગુમાવતા નહીં.
મ-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com