________________
le
સચિવેશ અને શાસ્ત્રા
મેટપણે તે મૃદંગ માટેનું ચામડું સરસ રીતે કેળવીને ભક્તિભાવે શિવમન્દિરમાં અપ ણુ કરતા. શરીરે ભસ્મ લગાડી શિવના નામનું રટણ કરતા નાચતા. એક વાર તેણે એક બ્રાહ્મણ પાસેથી ચિંદમ્બરમના નટરાજનું માહાત્મ્ય સાંભળ્યું. ત્યારથી એને એ નટરાજની લહે લાગી. તે રાતે જ તેણે ચિંદમ્બરમ જવાનેા નિશ્ચય કર્યાં. તેના જાતભાઈ એએ કહ્યું : ‘અત્યારે મેાડી રાત થઈ છે. મંદિરનાં દ્વાર બંધ થઈ ગયાં હશે. વળી તું જે બ્રાહ્મણુના નેાકર છે તેમની પણ રજ્જુ તારે લેવી . જોઈ એ; નહી તે। એ તારા પર ગુસ્સે થશે.' અે એ વાત માની; તેને થયું નટરાજની ઇચ્છા હશે ત્યારે મને દતે ખેલાવશે. પછી તેણે તે તેના જાતભાઈ એએ મળતે એક તળાવ ખાઘું. નેતેા ઊઠતાં એસતાં, ખાતાં પીતાં, કામ કરતાં એક નટરાજનું જ ધ્યાન હતું. તેણે પેાતાના જાતભાઈ એની ભજનમ’ડળી બનાવી. તેનું હૃદય અત્યંત કામળ થયું. પ્રાણીમાત્રની સાથે તે પ્રેમ અને નરમાશથી વર્તવા લાગ્યા. કડવું વેણુ, ગાળ, હત્યા, માંસાહાર વગેરે તેણે વ કર્યો. તેને સક્મિાં બધે શિવનાં જ દર્શન થતાં. તે નટરાજના ધ્યાનમાં નિમગ્ન થઈ જતા, તે તેની આંખમાંથી આંસુની ધાર વહેવા માંડતી. તેના જાતભાઇ એને થયું કે નને પિશાચ વળગ્યા છે. તેમણે જંતરમંતર શરૂ કર્યાં. પેદાર, વીર વગેરે ક્ષુદ્ર દેવાની બાધાઓ રાખી, તે તેમને રીઝવવા બકરાં કાપવા માંડવ્યાં. તે જોઈ નંદનું હૈયું કપાતું. તેના શેઠે તેને ચિદબરમાં જવાની રજા ન આપી. નન્દે એમાં પણ નટરાજની ઇચ્છા જોઈ શાન્તિ રાખી. વૃક્ષ, પક્ષી, જળ સર્વાંમાં તેને નટરાજ દેખાવા લાગ્યા. તેના જાતભાઈ આએ તેને ઠેકાણે લાવવા માર સુધ્ધાં માર્યાં. નદે નટરાજને પ્રાર્થના કરી - હે પ્રભુ ! એ અજ્ઞાન લેાકાને તું ક્ષમા કર.' તેના મનમાં યા વધતી ચાલી. રસ્તે કીડીમક્રાડી જુએ તેાયે ઉપાડીને કારે મૂÈ. માણસમાત્ર જોડે મૃદુ વાણીથી ખેલે. તેના કામક્રોધ શમી ગયા. તેના મુખ ઉપર નવું તેજ ઝળકવા લાગ્યું. તેણે રોડ પાસે ફરી ચિદમ્બરમ જવાની રજા માગી. શેઠે કહ્યું : · હમણાં કાપણીના દહાડા છે. કાપણી પૂરી થયે જજે.' સાંજે શેઠ ખેતરમાં જઈ તે જુએ છે તેા કાપણી થઈ ગયેલી તે દાણા
:
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com