________________
૨૧
બીજા સાધુસંતે
સર્વ વર્ણ અને જાતિમાં જન્મેલા બષિમુનિઓ ને સાધુસંતે ભારતવર્ષમાં થઈ ગયા છે. વાલ્મીકિ લૂંટારુ હતા તેમાંથી ઋષિ કેવી રીતે બન્યા તેની દંતકથા જાણીતી છે. નારદ પૂર્વજન્મમાં દાસીના પુત્ર હતા. મા વેદવાદી બ્રાહ્મણોને ત્યાં કામ કરતી,ને ચાતુર્માસ માટે રહેલા યોગીઓની સેવા માટે એ દાસીના દીકરાને રાખવામાં આવેલ. ત્યાં મનહર હરિકથા ગવાતી તે શ્રદ્ધાપૂર્વક સાંભળતાં તેના મનમાં પદે પદે પ્રિય કીર્તિવાળા ભગવાનને વિષે અવિચળ ભક્તિ પેદા થઈ પિતાને
જ્યારે જવાનો વખત આવ્યા ત્યારે એ દીનવત્સલ યોગીઓએ સાક્ષાત ભગવાને કહેલું ગુહ્યતમ જ્ઞાન બાળક નારદને આપ્યું. પછી, ધ્રુવની પેઠે, એ બાળકે ઉત્તર દિશામાં જઈ ઘેર નિર્જન વનમાં તપ કર્યું. તેણે જે રીતે સાંભળેલું તે રીતે આત્મા વડે પિતાના અંતરાત્માનું સ્થાન ધર્યું; ને હરિના ચરણકમળનું ધ્યાન ધરતાં ધરતાં તેના હૃદયમાં ધીરે ધીરે હરિ પ્રગટ થયા. આ દાસીપુત્રના મરણ પછી બીજે કલ્પે તેને નારદરૂપે જન્મ થયો. શક દાસીના પુત્રે એ જ જન્મે ઊંચામાં ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરીને હરિને કેવો સાક્ષાત્કાર કર્યો, તે આ વાર્તા બતાવે છે. એટલે એક ગ્રન્થમાં કહ્યું છે: “જે ભગવાનના ભક્તો છે તે કંઈ ખરા શુદ્ર નથી; તેઓ તે ઉત્તમ ભક્તો છે. પણ જેમને જનાર્દનને વિષે ભક્તિ ન હોય તેવા માણસે, ભલેને ગમે તે વર્ણના હોય, તેયે તે જ ખરા શુદ્ર છે.''
પોતાને ગમે તે હલકે ગણાતો ધંધે કરવા છતાં માણસ જ્ઞાની થઈ શકે એના દષ્ટાન્ત માટે મહાભારતમાં ધર્મવ્યાધની કથા આપેલી છે. કૌશિક નામના એક વિદ્વાન ને તપસ્વી પણ ક્રોધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com