________________
૨૩૬ " મંદિરમાવેશ અને શારે
આ ભક્તિમાર્ગમાં સ્ત્રી અને પુરુષના અધિકારમાં ભેદ નથી, કેમ કે “દેહ તો પુરુષનો ને સ્ત્રીને બેય માયિક છે ને નાશવંત છે; અને ભજન કરનારે જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી. એ તો સત્તામાત્ર ચેતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે, અથવા એ ભક્તને જે સેવાને અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. તેથી નરસિંહ મહેતા, ગોપીઓ ને નારદ સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી.૨૦ (એટલે બ્રાહ્મણ અને અત્યજ એમની ભક્તિમાં પણ બે પ્રકાર ન હોઈ શકે; કેમ કે ભક્તિ કરનાર તે દેહ નથી પણ આત્મા છે.) “એ આત્મા છે, તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કેઈનો દીકરે નથી, કેઈને બાપ નથી. એની કોઈ જાત નથી, નાત નથી. ૨૧
સહજાનંદ સ્વામીએ જે કેટલીક વસ્તુઓ પર વધારેમાં વધારે ભાર દીધા છે તેમાંની એક એ છે કે આત્માને દેહથી જુદો સમજવો, પિતે આત્મારૂપ છે એમ જાણીને તે રીતે જગતમાં વર્તવું, અને દેહને વિષે અહંમમત્વ ટાળવું. સહજાનંદ સ્વામી દરરોજ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરીને મનથી એમ માનતા કે “હે મહારાજ ! આ દેહાદિકને વિષે અહમમત્વ હોય તેને તમે ટાળજો.”૨૨ તેઓ પોતાના અનુયાયીઓ પાસે ઘણું મોટું કામ કરાવવા માગતા હતા, એ વિષે કહેલું: “મારે તો જે તમે ભગવાનના ભક્ત છે તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દે નથી; અને માયાના ત્રણ ગુણ, દશ ઈન્દ્રિયો, દશ પ્રાણુ, ચાર અંતઃકરણ, પંચ ભૂત, પંચ વિષય, અને ચૌદ ઇન્દ્રિયના દેવતા એમાંથી કોઈને સંગ રહેવા દેવો નથી; અને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એ જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરે એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતને માયાને ગુણ રહેવા દે નથી. ૨૩ એટલે નર્યા બાહ્યાચારમાં, દેહની આભડછેટમાં, ને દેહને ધે છે. કરવામાં પડી જવું, એ શ્રીજીમહારાજની ધારણા પાર પાડી ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com