________________
૧૭૨
મંદિરપ્રવેશ અને શાસ્ત્ર
પુરીમાં આવેલા જગન્નાથના મંદિર જેડે ચેતન્યના ઘણા જીવનપ્રસંગે જોડાયેલા છે. તેમના દેહાવસાન વિષે જે જુદી જુદી અનેક વાતે ચાલે છે તેમાંની એક એ છે કે તેઓ જગન્નાથની મૂર્તિમાં વિલીન થઈ ગયેલા. જગન્નાથના આ મંદિરની સ્થાપનાને લગતી જે કથા છે તે પણ બોધદાયક છે. જગન્નાથનું મંદિર એક કાળે એક ભૂરા રંગની ટેકરી (નીલાચલ) પર હતું. ટેકરી ગાઢ, ભયંકર જંગલથી છવાયેલી હતી. વિશ્વાવસુ નામન, શબર જાતિને, એક પારધી તે ઝાડીમાં ઘર કરીને રહેતો હતો. એક દિવસ તે શિકારની શોધમાં નીકળે તે ટેકરીના શિખર પર આવી પહોંચ્યો. ત્યાં એક ગુફામાં તેણે એક સુન્દર મૂર્તિ ઢંકાઈને પડેલી જોઈ. તે જોઈને તેનું હૃદય આનંદ અને ભક્તિથી કુલાઈ ગયું. ઊંઘતાં ને જાગતાં એના મનમાં એ મૂર્તિના જ વિચાર આવ્યા કરે. એણે મુગ્ધ કલ્પનાથી એ મૂર્તિનું નામ નીલાચલ પરથી નીલમાધવ પાડવું. રોજ સવારે તે વહેલો ઊઠીને ગુફામાં જાય, ને પેલી મનોહર મૂર્તિને નવડાવી તેને ફૂલથી શણગારે. એટલું કર્યા પછી વનનાં સારામાં સારાં ફળ ભેગાં કરી લાવે, તે ચાખી જુએ, ને મીઠાં ફળ દેવને ધરાવે. દેવ આ શ્રદ્ધાને વશ થયા, ને શબરનાં ફળ લઈને આરોગવા લાગ્યા. નહીં તે પારધી ઉપવાસ કરત; કેમ કે એણે તો સંકલ્પ કરેલે કે ભગવાન ફળ આરોગે નહીં ત્યાં સુધી પોતે ખાવું નહીં. આ રીતે દિવસે પર દિવસે જવા લાગ્યા. પારધીની દીકરી લલિતા સિવાય બીજા કોઈને ખબર નહોતી કે પારધી નીલમાધવની ભક્તિમાં લીન થઈ ગયું છે એને જગતમાં બીજે કશો રસ રહ્યો નથી.
એ કાળે માલવિદેશની ગાદીએ ઇન્દ્રધુમ નામનો રાજા હતા. તે ભલે ને ધર્મનિટ હતો. એના જીવનની મોટામાં મોટી આકાંક્ષા એ હતી કે કઈ જગાએ પવિત્ર સ્થાન શોધી કાઢવું, ત્યાં વિશાળ દેવાલય બંધાવવું, ને ત્યાં એવી મૂર્તિની સ્થાપના કરવી કે જેની પવિત્રતાની ખ્યાતિ આખા દેશમાં ફેલાય. એવું સ્થાન ને એવી મૂર્તિ શેધવા તે ચારે દિશામાં અનુચર મેકલ્યાં કરતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com