________________
મંદિર પ્રવેશ અને સાયો. નામેચ્ચાર કરવાની છૂટ ચાંડાલથી માંડીને બ્રાહ્મણ સુધીના સહુને છે; અને આ બાબતમાં રમીઓને પણ પુરુષના જેટલો જ અધિકાર છે. આ વિષયમાં ભેદભાવ કે અળગાપણું જરાયે નથી. દાખલા તરીકે, કોઈ અમુક જાતિને કે માણસને જ ગુરુ યા ઉપદેશક થવાને આગવો અધિકાર છે, એવા વિચારને ચેતજો કદી ઉત્તેજન આપ્યું નહોતું; અને પિતાના સંપ્રદાયનો પ્રચાર લોકોમાં કરવાના કામ માટે તેમણે રૂ૫, સનાતન, અને રઘુનાથ દાસને પસંદ કર્યા હતા....૧૧
ચેતન્યચન્દ્રોદય'માં કહ્યું છે: “હું તે અદ્દભુત ચિતન્યને વંદન કરું છું, જેમની કૃપાથી યવનોને પણ સદ્દબુદ્ધિ ઊપજે છે ને તેઓ કૃષ્ણનું નામ રટતા થાય છે.”
ચિતજે કહેલું કે “જેની જીભ પર કૃષ્ણનું નામ નાચી રહ્યું છે તેને અધમ ગણાય નહીં; તે તો સર્વશ્રેષ્ઠ છે.” વળી કહેલું કે નીચ ગણાતી જાતિઓ કૃષ્ણભજન કરવાને અયોગ્ય નથી, બ્રાહ્મણ સત્કલને ગણાય છે એટલે જ તેને ભજન કરવાનો અધિકાર છે એમ પણ ન કહી શકાય. જે માણસ કૃષ્ણને ભજે છે તે માટે છે. જે કૃષ્ણને ભક્ત નથી તે હલકે છે, અધમ છે. કૃષ્ણના ભજનમાં જાતિ અને કુળને વિચાર કરવાને હાય જ નહીં. ભગવાન તે દીન અર્થત નમ્ર નિરભિમાની માણસ ઉપર અધિક દયા કરે છે. કુલીન, પંડિત અને ધનવાનને ઘણું અભિમાન હેય છે.'
બાઉલ લેકે, જેમનો ઉલ્લેખ રવીન્દ્રનાથે ઘણી જગાએ કર્યો છે. તેઓ તન્ય સંપ્રદાયની ઘણી અસર તળે આવ્યા છે. એવા એક બાઉલ કવિએ ગાયું છેઃ “હે પ્રભુ! જ્ઞાન વડે તારે પાર પામી શકાતો નથી, પણ તું પ્રેમને ભિખારી છે. તું આંખમાંથી આંસુ વરસાવતે, ઠારે દ્વારે ફરીને, પ્રેમની ભિક્ષા માગે છે. કયાં છે તારાં ને છત્રદંડ, અને કયાં છે તારું સિંહાસન? હું જોઉં છું કે તે તે • કંગાની સભામાં તારું આસન બિછાવ્યું છે. તારાં છત્રદંડ કેવાં ધૂળમાં રોળાઈ ગયાં છે ! પાતકીના ચરણની રજ તારા શરીર પર પડે છે – એ રેણુથી જ તારી કાયા શોભે છે!” ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com