________________
જગન્નાથના ભકતો. ખલેલ પડી. તેમણે મણિદાસને બૂમ મારી કીર્તન બંધ કરવાનું કહ્યું. પણ સાંભળે કોણ? પુરાણું ને શ્રોતાઓએ મળી મણિદાસને સારી પેઠે ટીપે. તેને ભાન આવ્યું ત્યારે બધી વાતની ખબર પડી. તે ચૂપચાપ ચાલ્યો, ને એક મઠમાં જઈને પડી રહ્યો. એને થયું, પ્રભુની નજર આગળ, એની જ કથા સાંભળનારા મને મારે, તે હું એની પાસે શા સારુ જાઉં? એની એવી ઈચ્છા હશે. એ સાંજે તેણે ખાધું પણ નહીં.
રાતે રાજાને સ્વપ્નમાં જગન્નાથે દર્શન દીધું, ને કહ્યું: “ક્યા લક્ષ્મીજીના મન્દિરમાં વંચાય એવી ગોઠવણ કરો. સભામંડપ મારા ભક્તોને ભજનકીર્તન કરવા માટે મેકળે રખા.' મણિદાસને પણ જગન્નાથે સ્વપ્નમાં દર્શન આપી કહ્યું: “તું ભૂખ્યો કેમ રહ્યો છે? જે, મેં પણ આજે ખાધું નથી.’ મણિદાસને રોષ ઊતરી ગયો. પુરાણકથાની જગા બદલવામાં આવી, અને સભામંડપ ભક્તોને ભજનકીર્તન કરવા માટે મેકળો રાખવામાં આવ્યું. આજે પણ એ ગોઠવણ કાયમ છે એમ કહે છે.
આ વાર્તામાં એટલું બતાવ્યું છે કે ભગવદ્ભક્તિની દૃષ્ટિએ ભારે વિદ્વત્તા કરતાં હદયના ભાવની કિંમત વધારે છે, તેમ જ એ પ્રદેશમાં બ્રાહ્મણ ઊંચો ને શક નીચે એ પ્રકારના ભેદભાવને અવકાશ નથી. એક સ્મૃતિગ્રંથે માળીને “અસ્પૃશ્ય'માં ગણાવ્યો છે, પણ આપણે જોઈએ છીએ કે અહીં તે અસ્પૃશ્ય નથી, એટલું જ નહીં પણ તેને મન્દિરના સભામંડપમાં કીર્તન કરવાની પણ છૂટ છે. ભાગવતમાં પણ કહ્યું છે કે કૃષ્ણ માળીને અર્શ કરેલે. કૃષ્ણ અને બલરામ મથુરામાં ફરવા નીકળ્યા, ત્યાં એમને પહેલો વારો કંસના ધોબીને અડીને તેનો શિરચ્છેદ કરવાનો આવ્યો. તે પછી તેઓ સુદામા નામના માળીને ઘેર ગયા. એમને જોઈ માળીએ ઊભા થઈ, માથું ભયે અડાડી, પ્રણામ કર્યા. આસન, ચરણોદક વગેરે વડે આવકાર આપી માળા, તાંબૂલ, અને વિલેપન વડે તેમની પૂજા કરી ....... સુન્દર, સુગંધી ફૂલોથી બનાવેલી માળા તેમને આપી; તે પહેરીને કૃષ્ણ ને બલરામ બહુ શોલ્યા ને રાજી થયા; અને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com