________________
૧૨૮
મંદિરપ્રવેશ અને શા રામાનંદ રાય કરીને એમના એક બીજા અનુયાયી હતા. રામાનંદ સંન્યાસી ચિતન્યને મળ્યા એટલે તેમને પગે લાગ્યા. ચિતન્ય બેઠેલા હતા તે ઊભા થઈ ગયા ને કહે: “ઊભા થાઓ ને કૃષ્ણ કૃષ્ણ બેલે.પછી પૂછયું: “તમે રામાનંદ રાય છે, નહીં?” રામાનંદ કહ્યું : “હા જી, હું નીચ શબ્દ છું, દાસ છું.” બંનેનાં હૃદયમાં પ્રેમ ઊભરાઈ આવ્યો હતો. રામાનંદ અસ્પૃશ્ય હોવા છતાં ચિતજે તેમને બાથમાં ભીડી દીધા; બંનેને મૂછ આવી ગઈ, ને બંને ય પર પડ્યા. બંનેના મોંમાંથી કૃષ્ણ એટલે એક જ બેલ અવારનવાર સંભળાતા હતા.
અદ્વૈતાચાર્ય અને નિત્યાનંદ નામના બે અનુયાયીઓને ચિતન્ય કામ સોંપ્યું હતું કે તેમણે બંગાળમાં ફરીને ભક્તિમાર્ગને ઉપદેશ કરવો, ને તેમાં નીચામાં નીચી ગણાતી જાતિઓને પણ સમાવેશ કરે.૭
* ઉત્તર બંગાળના રામલી ગામે સાકર મલ્લિક અને દાબીર ખાસ નામના બે મુસલમાન તેમના સંપ્રદાયમાં ભળ્યા. આ બે મૂળ તે મહારાષ્ટ્રી બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો બંગાળમાં આવીને વસેલા. આ બે જણ મુસલમાનની નોકરીમાં મોટે હદે ચડેલા. તે ચૈતન્યના સંપ્રદાયમાં દાખલ થઈ સંન્યાસી બન્યા, ને અનુક્રમે રૂ૫ ગોસ્વામી ને સનાતન ગોસ્વામી એ નામે પ્રસિદ્ધ થયા. એમની જોડે થયેલી મુલાકાત વિષે ચિતળે કહ્યું હતું : “તેઓ ભક્તશ્રેષ્ઠ હતા. કૃષ્ણની એમના પર દયા હતી. તેમનામાં જ્ઞાનભક્તિ અતિશય હતાં. વજીર અને સૂબાના હોદ્દા પર હતા, છતાં તેઓ પિતાને તૃણ સમાન હલકા ગણતા હતા. એમની નમ્રતા જોઈને પથ્થર પણ પીગળે. હું રાજી થયે, ને મેં એમને કહ્યું: તમે ઊંચા હોદ્દા પર છે, છતાં પિતાને બહુ જ હલકા ગણજો. એટલે કૃષ્ણ થોડા વખતમાં તમારે છુટકારે કરશે.'૮ કેટલાક કહે છે કે રૂપ અને સનાતન મુસલમાન થયેલા, ને પાછા હિંદુ ધર્મમાં આવેલા. બીજા કેટલાક માને છે કે તેઓ મુસલમાન થયા જ નહોતા, પણ મુસલમાનના સંસર્ગથી પિતાને દૂષિત ને હલકા માનતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com