________________
૧૭
ચૈતન્ય
૧
ભગવદ્ભક્તિનાં દ્વાર કશા ભેદભાવ વિના સર્વ વર્ગોને માટે ખુલ્લાં છે, એ ભાગવતધમ ને સ ંદેશા આપવાનુ ભારતના સાધુસંતેાએ આટલા જમાના થયાં એકધારું ચાલુ રાખ્યું છે. બંગાળમાં એ કામ સૌથી વધારે પ્રમાણમાં ચૈતન્યે (ઈ. સ. ૧૪૮૫–૧૫૩૩) કર્યું.. " વસ્તુતઃ, ભક્તિમાં વર્ણન કે જાતિને —બ્રાહ્મણુ શૂદ્ર હિંદુ મુસલમાન કે સ્ત્રી પુરુષને ~ ભેદ નથી એમ ચૈતન્યે પ્રતિપાદન કર્યું" હતું.’૧ એમના સંપ્રદાયમાં પ્રવેશ પામેલા સાધુ હરિદાસ જન્મે મુસલમાન હતા, તે તેમને અદ્વૈતાચાર્યે વૈષ્ણવધર્મીની દીક્ષા આપી હતી. બ’ગાળતી રાજધાની ગૌડ શહેરના કાજીએ એમને હિરનામ ગાવાની મનાઈ કરી, તે તેમણે માન્યું નહીં, એટલે નોંધ્યા જિલ્લાનાં ૨૨ ગામમાં તેમને જાહેર રીતે ચામુક મરાવેલા. છતાં ઠાકુર હિરદાસે હિરનામ છાડયું નહીં. તેમણે પેાતાની ધનિષ્ઠા ને સુશીલતાથી એવી છાપ પાડી હતી કે બ્રાહ્મણ પડિતા પણ એમને ગુરુ તરીકે સ્વીકારતાં શરમાતા નહીં.૨ તે તુલસીપૂજા કરતા. રાજ ત્રણ લાખ હરિનામને જપ કરતા, તે ભિક્ષાત્ર પર નિર્વાહ ચલાવતા. લેાકેા એમને પૂજતા. બલરામ આચાય નામના એક પુરાહિત એમના શિષ્ય હતા. પુરીમાં ચૈતન્ય અને હરિદાસની મુલાકાત થઈ. હિરદાસ ચૈતન્યને પગે લાગ્યા. હરિદાસે ચૈતન્યને કહ્યું : · ભગવદ્, મને અડશે! નહીં; હું હીન પાપી છું, અસ્પૃશ્ય છું.' ચૈતન્યે જવાબ દીધા હું તમને એટલા માટે અહું છું કે તમારા સ્પર્શીથી હું પાવન થાઉં. તમારા જેવી સાધુતા મારામાં નથી. તમે તે માણસને બ્રાહ્મણ સંન્યાસીના કરતાં પણ અધિક પવિત્ર બનાવવાનું સામર્થ્ય ધરાવા છે.' હરિદાસના અવસાન પછી ચૈતન્ય પાતે તેમને પુરીમાં દફ્નાવવાની ક્રિયા કરેલી.૪
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com