________________
$°
સહિરપ્રવેશ અને શાસ્ત્રા
રિજનેાની અસ્પૃશ્યતા નાબૂદ કરી, ત્યારે તેમની પેાતાની અસ્પૃશ્યતા પણ દૂર થઈ. દક્ષિણ ભારતનાં આવાં અનેક શિવમન્દિર ઉપરાંત, રામેશ્વર, જે બાર જ્ગ્યાતિલિ ગામાંનું એક ગણાય છે તે ભારતનાં ચારધામમાંનું એક ગણાય છે, તે પણ હવે હિરજને માટે ખુલ્લું થયું છે.
માતંગજાતિ ‘અસ્પૃશ્ય' ગણાઈ છે. પણ પાર્વતીનું પેાતાનું એક નામ ‘ માતંગી ’ છે. આનંદલહરી નામનું સ્વેત્ર, જે શકરાચાયે રચ્યું કહેવાય છે, તેમાં પણ પાર્વતીને ‘માતંગી' કહેલી છે (નારી માતની, વિપત્તિમની માવતી). દક્ષિણ ભારતમાં તે પાતીને માતંગી નામની પરાયા ( હરિજન ) સ્ત્રી તરીકે પૂજવામાં આવે છે. વલ્લી એ નામ પરાયા અને પાલાર સ્ત્રીઓમાં સામાન્ય છે. શંકરપુત્ર કાર્તિકેય દક્ષિણમાં સુબ્રહ્મણ્યમ એ નામે પૂજાય છે, ને ત્યાં એમની પૂજા ઘણી જ લોકપ્રિય છે. એ સુબ્રહ્મણ્યમ વલ્લી નામની એક હરિજન સ્ત્રીને પરણ્યા હતા એમ કહેવાય છે.
શક્તિપૂજાના માર્ગોમાં જેવા હીન વામાચારી પથ છે તેવા શુદ્ધ ઉપાંસનાવાળા દક્ષિણમા પણ છે. આજે દેશમાં ઘણાંયે દેવીમદિરા એવાં છે જ્યાં પ્રાણીહિંસા કરવા દેવામાં આવતી નથી. એવી શુદ્ધ દેવીપૂજાને માટે છેક ઋગ્વેદમાં પણ આધાર મળે છે. શંકરાચાયે શાક્ત સંપ્રદાયમાં પેસી ગયેલા કેટલાક હીન આચારે। બંધ કરાવ્યા એમ કહેવાય છે, એ આપણે પાછળ જોઈ ગયા. દાખલા તરીકે કાંચી ( કાંજીવરમ )માં એવી કથા ચાલે છે કે શંકરે કામાક્ષીદેવીને નરમેધ અવ કરવાની ફરજ પાડેલી. કાંચીના કામાક્ષીમંદિરમાં શકરની મૂર્તિ પણ પૂજાય છે, ને તેના પૂજારી નાંમુદ્રી બ્રાહ્મણા છે. એ બ્રાહ્મણાને શંકરે મલબારથી અહીં આણેલા એમ કહેવાય છે.૨૫ માર્ક તૈય પુરાણમાં જે ‘દુર્ગાસપ્તશતી' છે તેમાં શક્તિપૂજાનું શુદ્ધ રૂપ જોવા મળે છે. બીજા એક અગત્યના શ્લાકમાં કહ્યું છેઃ દેવીનું પુરુષરૂપે સ્મરણ કરવું; અથવા સ્ત્રીરૂપે ચિન્તન કરવું; અથવા સત્, ચિત્ અને આનન્દ જેનું લક્ષણ છે એવા નિષ્કલ તત્ત્વરૂપે તેનું ધ્યાન ધરવું.'૨
"
k
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com