________________
રામાનુજાચાર્ય
૧૭ આ આળવારમાં ગોદા અથવા આડાળ નામની એક સ્ત્રી હતી, તેને ઉલ્લેખ પાછળ આવ્યો છે. તેની જીવનકથા પણ અતિશય (ઉદાત્ત છે. તેના પિતાનું નામ વિષ્ણુચિત્ત હતું, ને તે ભગવાનના ભક્ત હતા. શ્રીરંગમમાં રહેતા. આંડાળ એમને તુલસીના ઝુંડમાં પડેલી મળી આવેલી. તે બેલતી થઈ ત્યારે મોંમાંથી “વિષ્ણુ” સિવાય બીજો શબ્દ જ ન નીકળે. ભક્તિની તીવ્રતા એનામાં નાનપણથી જ હતી. શ્રીરંગમના મન્દિરમાં વિરાજતા ભગવાન રંગનાથને પતિ તરીકે પૂજે. તેથી તે રંગનાયકી એ નામે પણ ઓળખાય છે. ભગવાન માટે તૈયાર કરેલા ફૂલહાર પિતે પહેરે; ને હાર પહેરી મનને પૂછેઃ “મારા પતિ મારા રૂપથી રાજી નહીં થાય?” એક વાર વિષ્ણુચિત્તે રંગનાથને ચડાવવા ફૂલહાર મોકલ્યા. તેમાંથી માણસને વાળ નીકળ્યો એટલે પૂજારીએ હાર પાછો મોકલ્યો. વિષ્ણચિત્તને દુઃખ થયું. તેમણે નવો હાર બનાવીને મોકલ્યો. તે ભગવાનને પહેરાવાયે. બીજે દિવસે રેજના ક્રમ પ્રમાણે હાર ગયો, તેને વિષે પૂજારીએ ફરિયાદ કરી કે આમાંનાં ફલ કંઈક કરમાયેલાં છે. વિચિત્તને થયું, આમાં કંઈક ભેદ હોવો જોઈએ. તેમણે તકેદારી રાખી. બીજે દહાડે જુએ છે તે આંડાળ પડદા પાછળ નવા ફૂલને હાર પહેરીને દર્પણ સામે ઊભી છે, ને પ્રિયતમ પ્રભુ સાથે પિતાના મનથી વાતો કરે છે. પિતાએ ત્યાં દેડી જઈ દીકરીને કહ્યું: “આ શું? પ્રભુના હારને એકે કરે છે?' તેમણે ન હાર તૈયાર કરી ભગવાન માટે મોકલ્યો. ભગવાને તેમને સ્વપ્નમાં કહ્યું: “મને ડાળને પહેરેલો હાર વધારે ગમે છે. એ જ મને પહેરાવજો.” આંડાળ ભગવાનને વિરહભાવે ભજતી. તે રહેતી શ્રીરંગમમાં, પણ તેનું ચિત્ત તો વૃન્દાવનમાં વિચરતું હતું. કૃષ્ણની વૃન્દાવનલીલાનું તે નિરંતર સ્મરણ કરતી. તેને એક જ ઝંખના હતી કે ભગવાન મારું પાણિગ્રહણ કયારે કરે ? તે જ્યારે વિરહથી અત્યંત વ્યાકુળ થઈ ત્યારે રંગનાથે મન્દિરના અધિકારીઓને દર્શન દઈ કહ્યું: “આંડાળને તરત લાવ. હું એનું પાણિગ્રહણ કરીશ.” આંડાળને પણ સ્વપ્ન આવ્યું જાણે ભગવાને એનું પાણિગ્રહણ કર્યું. બીજે દિવસે મન્દિરમાંથી માણસે, પાલખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com