________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર તે ખરો “નિઃસાધન' થય ગણાય. એવું નિઃસાધનપણું ન હોય ત્યાં સુધી પ્રભુ દૂર જ રહેવાના છે.
પુષ્ટિમાર્ગના તત્ત્વજ્ઞાનની આ મુખ્ય ચાવી છે. એ માર્ગમાં માણસે બ્રહ્મસંબંધ લેતી વખતે પોતાનું સર્વસ્વ – ધનદોલત, સ્ત્રીપુત્ર, તેમ જ પિતાને આત્મા પણ – કૃષ્ણપ્રભુને સમર્પણ કરવાનાં હોય છે. એ બધું તે એનું છે જ, પણ માણસે એ વાત જ્ઞાનપૂર્વક માનવી જોઈએ ને આચારમાં ઉતારવી જોઈએ. જ્યાં એ બધું ભગવાનનું જ છે, ત્યાં માણસ કેમ કહી શકે કે હું ભગવાનને અર્થે આટલું કરું છું? “હું ભક્ત છું, ભગવદીય છું” એવું ભાન પણ પ્રભુદર્શનમાં વિઘકારક છે. આપણે બહુ બહુ તે એટલું જ કહી શકીએ કે “હું એને દાસ છું, એના ચરણની રજ છું, એના હાથનું રમકડું છું, એથી વધારે કશું નથી.” શંકર અને વલ્લભ એ બંને મહાન આચાર્યોએ પણ એમ જ કહ્યું હતું કે “અમે એના દાસ છીએ.”૫ પછી આપણે અન્ય માનવી તો શા હિસાબમાં? દાસને – સેવકને કશી વાતનું અભિમાન કરવાનું હેય જ ક્યાંથી?
વળી આચાર્યશ્રી કહે છે કે માણસમાત્ર કૃષ્ણરૂપ છે એમ જ માનવું જોઈએ; અને કોઈ માણસ કઠોર વચન બોલે તો તેના મુખ વાટે ભગવાન કૃષ્ણ જ આપણને ઠપકો દઈ રહ્યા છે એમ માનવું જોઈએ. માણસમાત્રને કૃષ્ણરૂ૫ માનવાના આ ભવ્ય ઉપદેશમાં ઊંચનીચભાવને સ્થાન જ ક્યાં રહ્યું ? એમાં અમુક વર્ણ કે જાતિને – અરે, પાપી ને દુર્જનને સુધ્ધાં – અપવાદ કર, એમ કહેલું નથી. વળી કહ્યું છે કે કૃષ્ણ સર્વના ઉદ્ધાર માટે ભૂતળ પર પ્રગટ થયા. ત્યાં પણ કશો અપવાદ બતાવ્યો નથી.
આચાર્યશ્રી કહે છે કે ભાગવતમાં ઉપદેશેલે આ ભક્તિમાર્ગ અતિ સુલભ છે. ભક્તિ અમુક કાળમાં જ કરી શકાય, કે તેને માટે અમુક સાધનસામગ્રી વિના ન જ ચાલી શકે, એવું નથી. તેમ જ ભક્તિ કરવાનો અધિકાર માણસમાત્રને છે, તેમાંથી કેઈ ને બાતલ રાખવામાં આવેલું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com