________________
૧૪૨
મંદિર પ્રવેશ અને શા માર્ગમાં સ્થાન નથી. અહીં તે ભાર દઈને કહ્યું છે કે ભગવદ્ભક્તિને
અધિકાર માણસમાત્રને છે. માણસ અને પ્રભુ વચ્ચેનો સંબંધ તે દેહને સંબધ નથી, પણ આત્મા ને પરમાત્માનો સંબંધ છે. પણ ધર્મશાસ્ત્રના રચનારાઓ દેહસંબન્ધ પર વધારે પડતો ને ખેટ ભાર દે છે એમ લાગવાથી, આચાર્યશ્રીએ કંઈક ખેદ સાથે કહ્યું: “ધર્મશાસ્ત્ર જાણનારાઓ બહિર્મુખ છે. તેઓ શરીરધર્મને જ સ્વધર્મ કહે છે; આત્મધર્મ કે ભગવદ્ધર્મને સ્વધર્મ કહેતા નથી. તેથી તેઓ આત્મજ્ઞાની નથી.” ૨૪ ભક્તિ કરવામાં અધિકાર કે અધિકારનો સવાલ જ
ક્યાં ઉભો થાય છે? “ગોપીઓ કંઈ શાસ્ત્ર ભણીને ભગવદ્ભક્ત થઈ નહોતી; ભક્તિનું બીજ એમના સ્વભાવમાં જ પડેલું હતું૫ કેમ કે “ભગવાન સ્વભાવતઃ જ છેના પતિ છે.૨૬ “એમના ચરણારવિન્દનું ધ્યાન ધરવામાં જેને આપોઆપ જ રસ
આવે છે. ૨૭
આચાર્યશ્રી કહે છે : “આ રાસલીલાને અર્થ છે સ્વરૂપાનન્દ – ભગવાનના સ્વરૂપ સાથે અનુસંધાન થયાને પરમાનંદ. જે માણસમાં સર્વાત્મભાવ ઉત્પન્ન થયો નથી – એટલે કે જેને માણસ માણસમાં ભેદભાવ લાગે છે કે માણસમાત્ર કૃણરૂપે અથવા પોતાના આત્મારૂપે દેખાતાં નથી – તેમને આ પરમ આનન્દનો અનુભવ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ ન ગણાય.” ૨૮ જેને આવો સર્વાત્મભાવ પ્રાપ્ત થયો હોય તેને જ “ભગવાન સ્વકીય અર્થાત પિોતીકા તરીકે સ્વીકારે છે, એટલે કે તેમના અન્તરાત્મારૂપે કુરે છે ને પિતાને આનન્દ તેમને આપે છે. ૨૯ - ભક્તિ – અર્થાત ઈશ્વર પ્રત્યેનું આકર્ષણ – માણસમાત્રના મનમાં કેવું જન્મથી જ જડાયેલું છે, એ સમજાવતાં ભાગવતે પણ કહ્યું છે કે જેમને પાંખે પણ ફૂટી નથી એવાં પંખીનાં બચ્ચાં જેમ માને જોવા માટે આતુર રહે છે; ભૂખ્યાં થયેલાં વાછરડાં જેમ માના દૂધની રાહ જોઈ રહે છે; શોકમગ્ન વિરહિણી સ્ત્રી જેમ પરદેશ ગયેલા પતિને જેવા તલપાપડ થઈ રહે છે, તે જ પ્રમાણે, હે કમલનયન! મારું મન તમને જોવા માટે ઝંખી રહ્યું છે.” ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com