________________
શૈવ સપ્રદાય
૧૫૧
ચાલી રહ્યો છે, ને પ્રચંડ અગ્નિમાં આહુતિએ અપાય છે. લાકાના ક્લાક સુધી, કેટલીક વાર તે દિવસેાના દિવસ સુધી, અગ્નિની શુદ્ધ જવાળા ભડભડ બળે છે. એઅગ્નિ હાલાઈ જાય તે પછી પણ લાંબા વખત સુધી એ વિશાળ યજ્ઞકુંડમાં ગરમ સફેદ ભસ્મ પડી રહે છે. ક્યારેક એમાંથી એકાદ ઝાંખા તણખા નીકળે છે; અને ભસ્મ જાણે નિસાસા નાખીને મૃત્યુની શાંતિમાં ઢળી પડે છે. ઈશ્વરની ઉપાસના ને જગતના ત્યાગ સૂચવવાને આ ભસ્મ શરીરે ચાળવા માટે અહી' સૌથી પહેલું કાણું આવ્યું હતું ? ગુફા કે જ*ગલમાં જઈ ધ્યાનમગ્ન થનાર પહેલવહેલા જોગી કાણુ હતા ? ધ્યાનમાં બેઠેલા એ જોગીના વાળની જટા થઈ ગઈ, તેના નખ વધીને લાંબા થઈ ગયા, તેનું શરીર કૃશ થઈ ગયું, છતાં એની સમાધિમાં ભંગ પડયો નહીં'. આવા બાહ્ય રૂપની કલ્પના ભલે ગમે તે રીતે પેદા થઈ હાય, પણ ભારતની પ્રતિભાએ સેકડો વરસથી આ ચિત્રનું જ વર્ણન કર્યું છે — શરીરે ભસ્મના લેપ કરનારા, જટાધારી, આખા જગત પ્રત્યે ઉદાસીન, અને કેવળ ચિન્તનમાં મગ્ન, એવા શિવજીનું જ રટણ તેણે ક્યું છે.
આર્યંને પેાતાનાં ભ્રમણેા દરમ્યાન હિમાલયનું સતત દર્શન થતું હતું. હામહવનવાળે। યજ્ઞ એ તેમના મુખ્ય ધર્માંવિધિ હતા. એટલે તેમનાં મનમાં આ બે કલ્પનાઓ કાયમની સ`ળાઈ ગઈ. યજ્ઞાગ્નિની જ્વાળાએ હિમાલયના જેવી નહેાતી ? એ જવાળાઓ નગાધિરાજના શિખરની પેઠે હમેશાં ઊંચે જતી નહેાતી ? એ અગ્નિની ભસ્મ ને હિમગિરિ પર જામેલા સનાતન તુષાર એને રગ એક્સરખા નથી? આ હિમાચ્છાદિત શિખરો પર જ તેમના પ્રેમ કેન્દ્રિત થઈ રહ્યો હોવા જોઈએ. એ શિખરા દુનિયાથી દૂર દુર ઉંચે અખંડ શાન્તિમાં વિરાજે છે. ત્યાંની ઠંડી ભયંકર છે. અને છતાં એમનું સૌન્દર્યાં શબ્દોથી વવી શકાય એવું નથી. એ શિખરો કાના જેમાં લાગે છે ? વાહ, કેમ, એ ભસ્મધારી, ધ્યાનમગ્ન, મૌની ને એક્લવાયા કાઈ મહાન ચેાગીના જેવાં છે : એ શિખરે શિવજીના જેવાં –– મહાદેવના જેવાં
દેખાય છે :
આ વિચાર પર પહોંચ્યા પછી, હિંદુ માનસે જાતજાતનાં રૂપે ને પ્રતીકા ઘડી કાઢવાં. એમાં કેટલીક વાર અગ્નિની જ્વાળાની, કેટલીક વાર નગાધિરાજની, ને કેટલીક વાર યાગી સન્યાસીની કલ્પના પ્રધાન પદ ભાગવે છે— એ બધી કલ્પનાએ ભેગી થઈને શિવજીનું આખુ રૂપ ઘડાયું છે. યજ્ઞના અગ્નિનાં લાકડાં વૃષભ પર ખડકીને લઈ જવામાં આવતાં; એ પરથી વૃષભ શિવજીનું વાહન બન્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com