________________
૧૫ર
મંદિર પ્રવેશ અને શા પર્વતેની ઉપર ચન્દ્રની રેખા ચમકે છે; માટે શિવજી પોતે ચન્દ્રમૌલીશ્વર છે.
શિવજી ઘણું સાદી ચીજોથી રાજી થાય છે. શીતળ જળને અભિષેક, ચપટી ચોખા, ને બેત્રણ બીલીપત્ર ચડાવ્યાં, એટલે શિવની પૂજા પૂરી થઈ. પણ ચોખા ને પાણી સાવ ચોખાં હોવાં જોઈએ. બીલીપત્ર એ પરમાત્માની ત્રિમૂર્તિનું સૂચક છે.
અગ્નિની જવાળાને જરા વધારે નજીકથી જુઓ, તો એક વસ્તુ બહુ સ્પષ્ટ દેખાય છે. એ વાળ સફેદ છે ખરી, પણ એને કાંઠલ ભૂરો છે – દીવાસળી સળગાવીએ ત્યારે પણ આપણે ધોળી જ્યોત ઉપર ભૂરો કાંઠલે જોઈ શકીએ છીએ. એટલા માટે ગૌરાંગ એવા શિવજી તે નીલકંઠ પણ છે.” ૮
આગળ જતાં આ સંપ્રદાય “માહેશ્વર સંપ્રદાય' નામે ઓળખાયો, ને તેના ચાર પેટાવિભાગ ઈ. સ.ના નવમા સિકામાં પડ્યા હતા. એ ચાર વિભાગ તે શો, પાશુપત, કાણિકે, અને કપાલિકે. આ ઉપરાંત કાલમુખ એ નામના એક પેટાવિભાગનો ઉલ્લેખ પણ ક્યાંક આવે છે. કાપાલિકે ને કાલમુખો ઉપાસનાના ઘણું ભયંકર ને જુગુપ્સા ઉપજાવે એવા પ્રકારોને અનુસરતા. પાશુપત સંપ્રદાયનો ઉલ્લેખ માધવાચાર્યો તેમના “સર્વદર્શનસંગ્રહ'માં
નકુલીશ–પાશુપત દર્શન” તરીકે કર્યો છે. નકુલીશ કે લકુલીશ તે ગુજરાતમાં નર્મદાકાંઠે કાયાવતાર અથવા કાયાવરોહણ ગામમાં વસતા એક બ્રહ્મચારી હતા, ને તેમના દેહમાં શિવે પ્રવેશ કરેલ એમ કહેવાય છે. આ કાયાવરોહણ તે વડોદરા રાજ્યમાં આવેલું અત્યારનું કારણ છે.૧૦ શૈવ સંપ્રદાય જુદે જુદે વખતે દેશના સર્વ જુદા જુદા ભાગમાં પ્રચલિત હતું, એ દર્શાવનારા ઐતિહાસિક પુરાવા પુષ્કળ મળે છે. અત્યારે જે શિવપૂજા ચાલે છે તે પુરાણોમાં વર્ણવેલી સાદી સરળ શિવપાસનાને અનુસરે છે; પાશુપત વગેરે પેટા સમૂહે ને તેની ઉપાસનાઓ ભૂંસાઈ ગયાં છે.
દક્ષિણ ભારતમાં શિવ સંપ્રદાયને જે વિકાસ થયો તેમાં, વૈષ્ણવ આળવારોને મળતા, અનેક સંત થઈ ગયા છે. તેમણે તામિલ ભાષામાં શિવ સંપ્રદાયના આગમ ગ્રંથો લખ્યા. આ સંતેમાં ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com