________________
૧૩૫
વલભાચાર્ય આચાર્યશ્રીનાં લખાણમાં જન્મજાત અસ્પૃશ્યતાનું સમર્થન કરનારાં કે હરિજનોને મંદિર પ્રવેશનો નિષેધ સૂચવનારાં વચન
ક્યાંય મળતાં નથી. ઊલટું તેમનાં વચનો તો સૂચવે છે કે આ નિષેધને ભક્તિમાર્ગમાં ને બ્રહ્મસંબંધવાળા પુષ્ટિમાર્ગમાં સ્થાન નથી જ. આચાર્યશ્રી કહે છે કે જે માણસે બ્રહ્મસંબંધ લે છે તેમના દેહ તથા જીવ સર્વ દોષમાંથી મુકત થાય છે. દોષ પાંચ પ્રકારના છે– સહજ એટલે કે દેહની સાથે જ જન્મેલા; અમુક દેશકાળને લીધે પેદા થયેલા; લેકોએ કે વેદ માનેલા; સંયોગથી પેદા થયેલા અને સ્પર્શથી પેદા થયેલા.૧૦ આ દેષો બ્રહ્મસંબંધ લેનારને લાગતા નથી. આને વિવરણમાં વલ્લભ નામના વિષ્ણવ ટીકાકાર કહે છે?
પૂજામાર્ગમાં એમ મનાય છે કે મંત્રાદિથી શુદ્ધ કરેલા શંખ વગેરેના જળમાં અશુદ્ધ જળ ભળે, તો તે સંયોગજન્ય દોષ કહેવાય. તે જ પ્રમાણે ચંદન પુષ્પ વગેરે પૂજા સામગ્રીને સ્ત્રીશદાદિને સ્પર્શ થાય, તો તે સ્પર્શષ ગણાય. વળી નૈવેદ્ય પર કોઈની નજર પડે તો દૃષ્ટિદોષ લાગે એમ કહેવાય છે. પૂજામાર્ગમાં જે દોષો મનાય છે તે ગણાવીને, આચાર્યશ્રી તેનું નિરસન કરતાં કહે છે કે આ લોકો મમિrat માનવાના નથી. એટલું જ નહીં પણ થવન એ શબ્દ ઉમેરીને તેઓશ્રી એમ કહેવા માગે છે કે પૂનામામાં વાત્રા મા હોવાનો મરિમાર્ગમાં સંમગ નથી. એ દેષ લાગવાનો સંભવ જ નથી તેનું કારણ છે બ્રહ્મસંબંધ. મઃિ પુનતિ મનિષ્ઠ શ્વપાપ સંમવાત વગેરે વચને બતાવે છે કે ભક્તિમાર્ગ પોતે જ દોષનું નિવારણ કરનારો છે.”૧૧ .
આ અર્થને બધા જ ટીકાકારોને ટેકે છે. ટીકાકાર કલ્યાણરાય એના સમર્થનમાં જે અનેક લેકે ટાંકે છે તેમાંના એક લેકમાં કહ્યું છે કે “જે માણસ હરિનું અનન્યભાવે રટણ કરે છે તે દેખાવે બહુ મેલો છતાં શોભે છે.”૧૨ કેમ કે હરિ તો એનું અંતર પણ જેવાને છે, માત્ર એને બાહ્ય દેખાવ જ જેવાને નથી. “સહજ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com