________________
૧૫
વલ્લભાચાર્ય વલ્લભાચાર્ય કહે છે કે માણસમાત્ર જન્મથી વૈષ્ણવ-અર્થાત પ્રભુનાં ભક્ત, તેનાં દાસ–છે. વૈષ્ણવ બનવા માટે ખાસ પ્રયાસની જરૂર નથી; પણ માણસ અવળાં કામ કરીને વૈષ્ણવ મટી જાય છે ખરાં.૧ એટલે જગતમાં કોઈ માણસ જન્મથી અવૈષ્ણવ છે એમ તે કહી શકાય જ નહીં. બાળકના મનમાં મા પ્રત્યેનું આકર્ષણ જેમ જન્મથી હેય છે, તે નવું પેદા કરવાનું નથી હોતું, તેમ જીવમાત્રમાં પ્રભુ પ્રત્યેનું આકર્ષણ સ્વભાવતઃ હોય જ છે. પણ માણસ અહંતા ને મમતામાં પડી તે ભૂલી જાય છે. એ અહંતા ને મમતાનો નાશ થાય, ને જીવને પિતાના મૂળ સ્વરૂપનું ભાન થાય, એટલે તે કૃતાર્થ થયો ગણાય. તેથી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તની પાસે એક જ સાધન છે; અને તે હદયની દીનતા.૩ બીજા સાધન એ દીનતા ઉપજાવવામાં મદદગાર હોય એટલે અંશે જ કામનાં છે. પણ સંભવ છે કે એ સાધનો વિઘકર્તા પણ થઈ પડે. ઈશ્વર જોડેનું અનુસંધાન કેાઈ બાહ્ય સાધન દ્વારા નહીં પણ હૃદય વડે જ થઈ શકે છે. આ માર્ગમાં ગોપીઓને “ગુરુ” માની છે; તે એટલા માટે કે તે નિઃસાધન હતી. એમની પાસે અભિમાન કરવા જેવું કશું નહોતું. નહોતો ઊંચો વર્ણ નહતી વિદ્યા; નહતી ધનદેલત; કે નહેતાં જપતપ. એમની પાસે હતું એક શુદ્ધ હૃદય, જે એમણે ઈશ્વરને સમર્પણ કર્યું. તેમનામાં રહ્યું હું જે કંઈ અભિમાન હતું તે પણ ગળી ગયું ત્યારે જ તેમને પ્રભુનાં દર્શન થયાં. “હું પ્રભુ પ્રીત્યર્થે જપતપ કરું છું, યજ્ઞ કરું છું, મંદિર બંધાવું છું, પૂજાઅર્ચા કે સેવા કરું છું, ભગવાનને ભોગ ધરાવું છું, છાપાંતિલક ધારણ કરું છું,' એવું ભાન પણ માણસને ન રહે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com