________________
૧૨
મંદિરપ્રવેશ અને શાસે વખતે બ્રાહ્મણે સમજ્યા ને પસ્તાયા; પેરીઆનંબીને ખભે બેસાડીને ઘેરથી લાવ્યા, ને શ્રીરંગનાથની જોડે તેમને રથમાં બેસાડી, તેમની પણ રથયાત્રા કરી ! આ પેરીઆનંબી તે રામાનુજાચાર્યના ગુરુ.
આળવંદારે એક સ્તોત્રમાં ગાયું છેઃ “શરીરથી હું ભલે ગમે તે જાતિને હોઉં, ને ગુણમાં ગમે તેવો હોઉં, પણ હું મારા પંડને આજે તમારા ચરણકમળમાં સમર્પિત કરું છું.”
કુરળવાર નામના આળવારે કહ્યું છે: “જે માણસ ભગવાનના ચરણની છાયાનો આશ્રય લે તેને ભગવાન સુન્દરરાજ વાત્સલ્યથી આલિંગન કરે છે. ભક્ત જે જાતને, જે સ્વભાવને, ને જે હોય તે જાતને, તે સ્વભાવને ને તે દેવ પિતે બને છે."૭ મદુરા પાસે સુપ્રસિદ્ધ અળગાર મંદિર છે તેમાં વિષ્ણુની પ્રાચીન મૂર્તિ છે, તેનું નામ સુંદરરાજ છે. મદુરાના મીનાક્ષીમંદિરની જેમ આ સુંદરરાજનું મંદિર પણ હરિજને માટે ખુલ્લું થયેલું છે.
આ અળવારોમાંના એક એવા હતા જેમને ગૃહસ્થાશ્રમમાં ભગવદ્ભક્તોને છૂટથી જમાડવાનો નિયમ હતો. તેમાંયે પાછી સંખ્યાની મર્યાદા નહીં. એટલે ભક્તોને જમાડતાં ધન ખૂટયું. આ ગૃહસ્થનું નામ નીલન હતું. તેમને થયું, પ્રભુભક્તોને જમાડવાનું વ્રત કેમ ચુકાય? હારીને તેમણે અવળો રસ્તો લીધે. એક લૂંટારુ ટોળી બનાવી. લૂંટના પૈસા મળે તેમાંથી માણસને જમાડે. એક વાર પતિપત્નીના એક જોડાને લૂંટયું. ઘરેણાંની એક પિટલી આંચકી લીધી. પણ પિટલી કેમે કરી ઉપાડાય જ નહીં. એટલે નીલન પેલા જેડામાંના પુરુષને કહેઃ “ઘરેણાંની આવડી નાની પોટલીને તમે આટલી ભારે કરી નાખી એ તમારે કંઈક જાદુ છે. પુરુષ કહે: “અમારી પાસે એક મંત્ર છે.' નીલન કહેઃ “શો મંત્ર છે? મને કહે.” પુરુષે તેના કાનમાં કહ્યું: “ નમો નારાયણાય. નીલનના શરીરમાં વીજળીના જેવો ઝટકો લાગ્યો. તેમણે મંત્રનો જાપ શરૂ કર્યો. ત્યાં પેલાં દંપતી અદશ્ય થઈ ગયાં. આ પ્રસંગથી નીલનને જીવનપલટો થયો, ને તે મેટા સાધુપુરુષ થયા. એ જ તિરુમંગાઈ આળવાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com