________________
રામાનુજાચાર્ય
૧૨૯ “હું નીચ છું ને તમે તે બ્રાહ્મણ છે. છતાં મારી પ્રત્યે તમે આમ કેમ વર્તે છે ?” રામાનુજે કહ્યું : “શું ઉપવીત પહેરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જાય છે? જે હરિભક્ત છે તે જ સાચો બ્રાહ્મણ છે. તિરુપ્પાણ આળવાર ચંડાળ હતા છતાં બ્રાહ્મણે એમની પૂજા કરતા કે નહીં ?' - યમુનાચાર્યું અન્તકાળે મહાપૂર્ણ, ગોષ્ઠીપૂર્ણ વગેરે શિષ્યોને કહેલું : “ભકતોની સેવા કરવાથી ભગવાનની સેવા થાય છે. ભક્તોને નથી જાતિ હતી, નથી કુળ હતું. તેઓ જ ઈશ્વરની સાક્ષાત મૂર્તિ છે. તમે ચંડાળ કુળમાં જન્મેલા ભકતરાજ તિરુપાણુ આળવારની સેવા કરજે. તેથી તમારું કલ્યાણ થશે.” * * મહાપૂર્ણ સ્વામીએ એક શદ્ર ભક્તનો અગ્નિસંસ્કાર કર્યો હતો. લેકેએ એમને નાતબહાર મૂક્યા. તેમણે કહ્યું: “ખરું જોતાં ઈશ્વરાનુરાગી માણસને માટે નાતજાતની જંજાળ કશી વિસાતમાં નથી.'
રામાનુજાચાર્ય દિલ્હીથી પાછા આવતા હતા. તે વખતે રસ્તામાં ત્રણ હરિજનોએ તેમને ઘણી મદદ કરી હતી. એટલા માટે આજ સુધી હરિજનોને યાદવાદ્રિપતિના મંદિરમાં વરસમાં ત્રણ દિવસ જવાને અધિકાર છે. વરસમાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એ વૈષ્ણવ મંદિરના છેક અંદરના ભાગમાં દર્શન માટે દાખલ કરવાની પ્રથા રામાનુજાચાર્યો શરૂ કરી છે. મેલકેટમાં આચાર્યશ્રીનું બંધાવેલું શ્રીમન્નારાયણનું મંદિર છે, તેમાં વરસમાં ત્રણ દિવસ હરિજનને દર્શન માટે જવા દેવામાં આવે છે. - સ્વામીજી એક દિવસ કેટલાક શિષ્યો સાથે રસ્તા પર જતા હતા. સામે એક હરિજન સ્ત્રી આવતી હતી. શિષ્યોએ એને આઘી ખસવાને જોરથી બૂમ પાડી. સ્ત્રીએ હસી, આંખો ચમકાવીને કહ્યું: “આખી ધરતી ભગવાને ચરણ વડે માપી છે, એટલે એ ભગવાનનું મન્દિર જ છે. તે વિદ્વાન પુરુષો ! હું ક્યાં ખસું ક્યાં જાઉં?' આ ઉત્તર સાંભળી આચાર્યશ્રીના મનમાં પશ્ચાત્તાપ થયું. તેમણે કહ્યું : “બહેન, મં-૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com