________________
ભાગવતધના વિશાળ પ્રવાહ
૫૩
હું સમ્રાટ ! પ્રાણીમાત્ર હૃદયને આધારે જ ટકી રહે છે. હે સમ્રાટ ! હ્રદય એ પરબ્રહ્મ છે, એમ જાણીને જે માણસ તેને પૂજે છે તેને હૃદય કદી તજી દેતું નથી. બધાં પ્રાણીએ તેની પાસે ચાલ્યાં આવે છે; તે દેવ બનીને દેવે પાસે જાય છે.’૨
આ ધના ચાલુ પ્રવાહમાં શુદ્ર, સ્ત્રી વગેરે વર્ગોને અમુક અધિકારથી વિચત રાખવામાં આવ્યાં હતાં. તેમ કરવાનાં કારણ તે વખતે ગમે તેટલાં સબળ હશે, છતાં માનવમાત્રને ઈશ્વરનાં સંતાન ને તેનાં સ્વરૂપ માનનાર ઋષિએને તે ખૂંચતું હતું. આખી માનવજાતિ એક પિતાને પરિવાર છે. એ પિતાને મન માણસ માણસ વચ્ચે ભેદ ન જ હેાય. એ પરમ પિતાની સ્તુતિ કરવાને અધિકાર સૌને તેણે આપેલા જ છે. વેદ ભણવા ને યજ્ઞા કરવા જેટલું જ્ઞાન ભલે સહુને ન હોય, પણ પ્રભુની પ્રાર્થના કરવા માટે એવા જ્ઞાનની જરૂર નથી. આ હ્રયમાંથી પેાકાર થતાંવેંત એ પ્રભુ જવાબ દે છે. આવા વિચારામાંથી ભક્તિમાગ ના ઉદય થયા. સંહિતા ને ઉપિનષદેામાં સમાયેલું જ્ઞાન સાવ સામાન્ય માણસને હળવા રૂપમાં આપવાને જ મહાભારતની રચના થઈ. ભાગવતે કહ્યું છે: ‘સ્ત્રીઓ, છ્હે, તે કેવળ નામધારી દ્વિોને વેદ સાંભળવા મળતા નથી, એટલા માટે વ્યાસ મુનિએ કૃપા કરીને ભારત આખ્યાન રચ્યું. . . મે ભારતને નિમિત્તે વેદના અર્થ બતાવ્યેા. એ ભારતમાંથી સ્ત્રીએ અને શૂદ્રો પણ ધમ વગેરે સમજી શકે છે.’૩
‘બૌદ્ધ સંધ પાસેથી બ્રાહ્મણા એક પાઠ શીખ્યા હતા. વિશાળ જનસમૂહને પેાતાની જોડે ન લેવામાં જે ભૂલ પાતે કરેલી તે તેમને દેખાઈ. તેમણે પેાતાના જ્ઞાનને એક પ્રકારના ગુહ્ય સિદ્ધાન્તનું રૂપ આપ્યું હતું; માણસમાત્રને લાગુ પડી શકે એવા જીવનધ એને બનવા દીધુ. નહાતું. તમામ સામાજિક ભેદભાવ તાડી પાડવાનું જો દેશના વિશિષ્ટ સ’જોગામાં ઈષ્ટ નહોતું, તે સમાજના નીચલા થરાને ઉપર ચડાવવાની તેમની ફરજ હતી. ઉપનિષદમાં શીખવાયેલું જે જ્ઞાન હતું તેને રામાયણ અને મહાભારતનાં થાઓ, સ'વાદે ને આદર્શ પાત્રા દ્વારા સામાન્ય માણસા સમજી શકે એ રીતે રજૂ કરવામાં આવ્યું. આ રીતે એ મદિરનાં દ્વાર છેવટે સ વગેઈંને માટે ખાલી નાખવામાં આવ્યાં. જે જ્ઞાન એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com