________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર સ્પર્શથી માણસે પવિત્ર થતા; માણસના સ્પર્શથી મૂર્તિ અભડાતી નહતી.૨૪ સર્વ લેવોની પૂર્તિની પૂના જવાનો IિR સર્વ વાળને રો.૨૫
મૂળ જે જાતિઓ અત્યજમાં ગણતી હતી તેમાંની કેટલીકના માણસે જ આજે કેટલાંક પ્રસિદ્ધ દેવાલયના વતનદાર પૂજારી છે. દાખલા તરીકે, ઈદાર સંસ્થાનમાં આવેલા કારેશ્વરના પૂજારી ભીલ છે. કાગવાડનાં સંતુબાઈને પૂજારી માંગ છે. કર્ણાટકના હુકેરી તાલુકામાં આવેલી વળવ્યા દેવીના પૂજારી બેરડ (બુરુડ) છે. જેજુરીના પ્રસિદ્ધ મંદિરની રોજની વાળઝૂડ કરનાર કેષ્ટિક (કોળી) છે. મહીપતિના “સંતવિજય'માં ચેખામેળા મહારને પંઢરીનાથ પિતે પિતાના મંદિરના ગભારામાં લઈ આવ્યાની વાત છે. સારાંશ જે અંત્યજાદિકના સ્પર્શથી એક મૂર્તિની પવિત્રતાને નાશ થતો નથી તેમના સ્પર્શથી કોઈ પણ મૂર્તિ અભડાય એ શક્ય નથી. સારાંશ, અંત્યજાદિના સ્પર્શથી દેવમૂર્તિનું દેવત્વ નષ્ટ થાય છે અથવા તેમાં કંઈ બાધ આવે છે એવી કલ્પના ધર્મગ્રંથને માન્ય હોય એમ જરા પણ દેખાતું નથી.૨૬
બિહાર પ્રાન્તમાં વૈદ્યનાથ મહાદેવનું પ્રસિદ્ધ મન્દિર છે. વૈદ્યનાથ બાર જ્યોતિલિંગોમાંનું એક ગણાય છે. આજે અસ્પૃશ્ય મનાય છે એવી અમુક જાતિઓ પ્રાચીન કાળથી આ મન્દિરમાં દર્શન અને પૂજન માટે છડેચોક જાય છે. બંગાળના નમેશક, નાથભંગી, કટ (કૈવર્ત), પદ, બાગી, ઝાલામાલ, બિહારના દુસદ, ગોદાઈ કરી, પાસી, દબગર (ચમાર ), ભગત (ચમાર), યુક્ત પ્રાન્તના કેરી (માર), કેલ, કપાલી વગેરે જાતિઓને વૈદ્યનાથના પંડા મન્દિરમાં લઈ જાય છે, અને તેમને હાથે પૂજા પણ કરાવે છે. આ જ્યોતિર્લિંગના મૂળ પૂજક સંથાલ (ભીલ) લેકે જ હતા. પદ્મપુરાણમાં આ ક્ષેત્રનું વર્ણન આ પ્રમાણે છે: ગંગાજીના દક્ષિણ પ્રદેશમાં રણુખંડ નામનું જંગલ છે. તેમાં નંદન પહાડ છે. એ પહાડની પાસે ભગવાન વૈદ્યનાથજીનું રાવણે સ્થાપેલું જ્યોતિર્લિંગ છે. એની પૂજા એ અરણ્યમાં રહેનારા કાળી ચામડીના ભીલે કરે છે. વિદ્યનાથજી પાર્વતીને કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com