________________
૧૧૦
મંદિર પ્રવેશ અને શાસે નથી એ મહત્તવની વસ્તુ છે.) દા. ત. “નારદપાંચરાત્ર' નામના ગ્રન્થમાં લખ્યું છે કે “વિષ્ણુનું ચરણામૃત પીવાથી કરોડ જન્મનાં પાપ નાશ પામે છે; અને તેનું એક ટીપું ય પર પડે તો એ પાપ આઠગણું થાય છે!” ગરુડપુરાણમાં કહ્યું છેઃ “વિષ્ણુને નૈવેદ્ય ધરાવ્યા વિના ખાનાર માણસ સાઠ હજાર વરસ સુધી વિષ્ટામાં કૃમિ જન્મે છે ! ” સાઠ હજાર વરસની કોઈ માણસને કેમ ખબર પડી ? રાજાને ત્યાં જમનાર “બ્રાહ્મણને પણ અત્રિએ એવી જ સજા ફરમાવી છે ! વળી અત્રિ કહે છે કે એક અક્ષર પણ શીખવનાર (એટલે કે એકડિયાં પણ ભણાવનાર) શિક્ષકનું કહ્યું જે ન માને તે કૂતરાની સે યોનિમાં જન્મે છે ને પછી ચાંડાલેમાં જન્મ લે છે. જે માણસ વેદ ભણ્યા પછી શાસ્ત્રની 'અવગણના કરે છે તે એકવીસ ભવ સુધી પશુ જન્મે છે.
રજસ્વલા માટેના નિયમે જુઓ. તેણે ત્રણ દિવસ દાતણ ન કરવું. ખાખરાના પડિયામાં કે માટીના પાકા વાસણમાં પાણી ન પીવું. વાળ ઓળવા નહીં. નખ કાપવા નહીં. કાંતવું નહીં. દહાડે સૂવું નહીં. આકાશમાં તારા જેવા નહીં. હસવું નહીં. એને માટેની રસોઈ કે એની માલિકીનું અનાજ બીજાએ ખાવાં નહીં. થાળીની જગાએ હથેળીનો ઉપયોગ કરવો. તે જે વિધવા હોય તે ત્રણ દિવસ તેણે લાંઘણ કરવી; સધવા હોય તે એકટાણું કરવું. રજસ્વલાઓએ એક જ વર્ણની હેય તેયે એકબીજીને અડવું નહીં. અડે તે એક રાતની લાંઘણ તે જે નીચલા ગણાતા વર્ણની રજસ્વલાને અડે તે તેણે ચોથા દિવસના સ્નાન સુધી જમવું નહીં. રજસ્વલાને ચાંડાલ કે અન્યજ કે કૂતરું કે કાગડો અડે, તો તેણે ચોથા દિવસના સ્નાન સુધી ભૂખી રહેવું. ઊંટ, શિયાળ કે શંબર અડે તો પાંચ દિવસની લાંઘણ કરવી. રજસ્વલા ચોથે દિવસે માંદી હોય, તે તેને નવડાવવી નહીં; પણ બીજી સાજી બાઈ તેને સ્પર્શ કરે ને પોતે સવસ્ત્ર નહાય. આવું સ્નાન દસ વાર કરે, ને દર વેળા આચમન કરે. પણ કર્ણાટકમાં જે લિંગાયત સંપ્રદાય છે તેમાં રજસ્વલાની અસ્પૃશ્યતા મુદ્દલ પળાતી જ નથી,૧૩ તેનું શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com