________________
૧૨
આ તે ધર્મ ? શાસ્ત્રોની ચર્ચાને અંગે “કલિવજ્ય' પ્રકરણને નિર્દેશ ઘણી વાર કરવામાં આવે છે. તેની મતલબ એ છે કે અમુક વસ્તુઓ કરવાની અગાઉનાં શાસ્ત્રમાં લખી હોય તે પણ તે આ જમાનામાં કરવી નહીં. આ પ્રકરણ કઈ જાણીતી સ્મૃતિમાં નથી, પણ આદિત્ય, બ્રહ્મ, બૃહન્નારદીય વગેરે પુરાણમાં છે. અતિથિને માટે ગાય મારવાની ને નિગની જે પ્રથા વેદમાં જણાવી છે તે બંધ કરવી; અગ્નિહોત્ર રાખવું નહીં; સંન્યાસ લે નહીં; સંન્યાસીએ બધા વર્ણનું જમવું નહીં; દરિયાની મુસાફરી કરવી નહીં; વગેરે.
આની ચર્ચામાં ઊતરીએ તે પહેલાં એટલું જણાવવું જરૂર છે કે પાછલાં બે પ્રકરણ (૧૦ ને ૧૧)માં હરિજનન પૂજા ને મંદિરપ્રવેશને અધિકાર સિદ્ધ કરનારાં જે વચનો આપ્યાં છે તેનો અમલ કરવો નહીં, એવું તે કલિવર્ય પ્રકરણમાં કહેલું નથી.
કલિવર્ય પ્રકરણ જેમાં આપેલું છે તે પુરાણો ઘણાં મેડેથી લખાયેલાં છે. કલિયુગની શરૂઆત પરીક્ષિત રાજાના વખતથી થઈ ગણાય છે. કૃષ્ણને જીવનકાળ મહાવીર અને બુદ્ધની પણ પહેલાં હતો. વળી, આપસ્તબધર્મસૂત્ર – જેમાં શદ્રને વૈશ્વદેવની રસોઈ રાંધવાની છૂટ આપી છે – તે ઈ. સ. પૂર્વે ત્રીજા સૈિકાના
અરસામાં લખાયેલાં. એ જમાનામાં લેકે અગ્નિહોત્ર રાખતા, સંન્યાસ લેતા, ને દરિયાની મુસાફરી પણ પુષ્કળ કરતા. ઓછામાં ઓછી ગણતરીએ હજારેક વરસ સુધી કલિયુગમાં આ બધી વાતો - બની ગયા પછી કલિવજર્ય પ્રકરણ લખાયું, ને તેણે કહ્યું કે આટલાં કામે કલિયુગમાં ન કરાય ! પણ કલિયુગ શરૂ થયા પછી હજાર ઉપરાંત વરસ સુધી એ કામો થઈ ગયાં તેનું શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com