________________
ક
સ`દિરપ્રવેશ અને શાસ્ત્રા
નામ દઈને શ્રાદ્ધ કરવાનેા અધિકાર છે.૧૧ દાલેાત્સવમાં ઢાકારને હી'ડાળા હલાવવાના અધિકાર સહુને છે, એમ પદ્મપુરાણે કહ્યું છે.૧૭
સ્કંદપુરાણમાં કહ્યું છે કે પારધી ( વાધરી )એ પણ ચૌદશે શિવમન્દિરમાં દીવા કર્યો.૧૮ વળી એ જ પુરાણમાં કહ્યું છે કે એક વ્યાધ નાહીને મુક્તિલિંગ પાસે ગયા; બ્રાહ્મણની સાથે તેણે મુક્તિલિંગનાં દન કર્યાં; અને તે જ ક્ષણે તેને દિવ્ય દેહ પ્રાપ્ત થઈ ને તે એ લિ’ગમાં લય પામ્યા.૧૯ અહી મૂળમાં સમીતઃ શબ્દ છે. મંદિરમાં પ્રવેશ કર્યાં. વિના શિવલિંગની પાસે જઈ ને દČન કરવાનું કેવી રીતે
અની શકે?
પદ્મપુરાણમાં એક કથા છે. નીલ પર્વત પર એક મન્દિર હતું, તેના દર્શનથી કેટલાક હિરજને પિવત્ર થયા. તે જાણી રાજા પાંચ જણને લઈ ત્યાં ગયા, પૂજા કરી, ને ચારે સેવકા સાથે રાજારાણીએ નૈવેદ્ય ખાધું. રાજા સાથે ગયેલાં પાંચ જણ તે પ્રધાન, રાણી, કરંભ, વણકર (તન્તુવાયક ), અને બ્રાહ્મણુ એટલાં હતાં.ર૦ વરાહપુરાણમાં એક વ્યાધતે વિષે કહ્યું છે કે તે અગ્નિહેાત્ર રાખતા ને હંમેશાં અગ્નિની પૂજા કરતા.૨૧ સ્કંદપુરાણમાં કહ્યું છે કે ગંગાના પાણીમાં સ્નાન કરવું, તે પછી હાટકેશ્વર મહાદેવના લિંગનું દશ્યૂન કરવું; એમ કરવાથી ચંડાલનું ચંડાલપણું દૂર થઇ ને તે શુદ્ધ થાય છે. એક રાજા ગંગામાં સ્નાન કરવાથી જ ચંડાલપણામાંથી છૂટી ગયા.૨૨ રકદપુરાણમાં એક વાત છે કે એક શિવલિંગ વધવા જ લાગ્યું. લેાકેાને ચિન્તા પેઠી કે હવે આ કેવ ું મેાટું થશે ? તેમણે મહાદેવની સ્તુતિ શરૂ કરી. આકાશવાણી થઈ કે એક ચાંડાલને મારી પાસે લઈ આવે.’ લેાકા તા એક જાતિચાંડાલને લઈ આવ્યા. છતાં લિંગ વધતું અટક્યું નહીં. પછી એક ક`ચાંડાલને પકડી લાવ્યા ત્યારે લિંગ વધતું અટક્યું !
"
પદ્મપુરાણમાં એક વાત એવી છે કે એક પુલ્કસ મરણપથારીએ પડેલા હતા, ત્યાં એક બ્રાહ્મણે તેને માથે તુલસી મૂકી ને છાતી પર શાલિગ્રામ મૂક્યો. તેને લીધે તે પુષ્કસ સ્વગે ગયા. એ સ્પા પછી બ્રાહ્મણ નાહ્યો એમ વાતમાં કહ્યુ નથી.૨૩ વળી શાલિગ્રામ તે મૂર્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com