________________
૧૧ હરિજનને મંદિર પ્રવેશને અધિકાર" ગયા પ્રકરણમાં, દેવેની મૂર્તિની પૂજા કરવાને હરિજનોને અધિકાર સિદ્ધ કરનારાં વચને ટાંક્યાં છે, તેમાં ગર્ભિત રીતે મન્દિર પ્રવેશનો અધિકાર આવી જાય છે. મૂર્તિને સ્પર્શ કરવાનો નિષેધ તો એમને માટે નથી જ, એટલું એ વચને બહુ સ્પષ્ટ કરે છે. વૃદ્ધહારીત પ્રતિમ તથા અનુલોમને દુર્ગા, ગણપતિ, ને ભરવાની પૂજા કરવાની છૂટ આપે છે. વેંકટેશ્વર દેવની અષ્ટવિધા ભક્તિ ગણાવી છે, તેમાં જાતે પૂગન કરવું એ પણ એક અંગ છે; અને કહ્યું છે કે આવી અષ્ટવિધા ભક્તિ જે સ્વેચ્છમાં પણ હોય તે જ મુક્તિ પામે છે. અર્થાત સ્વેચ્છને વેંકટેશ્વરની પૂજા કરવાનો અધિકાર આ પરથી સાબિત થાય છે. દેવીની પૂજા કરવાનો અધિકાર ચાર વર્ણો ઉપરાંત બીજાઓને – જાતજાતની મ્લેચ્છ જાતિઓ તથા સર્વ દયુઓને છે, એમ ભવિષ્યપુરાણમાં કહ્યું છે. જયસિંહકલ્પદ્રુમમાં આ વચન ટાંકી તેને ટેકે આપે છે. હેમાદિમાં કહ્યું છે કે દેવીપૂજામાં અંત્યજ કુમારીની પૂજા વિધિપૂર્વક ને આદરભેર કરવી એ પણ આવશ્યક છે. આવી પૂજા સ્પર્શ વિના કેમ થઈ શકે ? સ્કંદપુરાણ કહે છે કે “જે સ્ત્રીઓ અથવા શકો, શ્વપાકે ને અન્તવાસીઓ લિંગરૂપી શિવની ગર્ચા અર્થાત્ ના કરે છે તે સર્વ દુઃખ હરનાર શિવને મેળવે જ છે.”૬ શિવપુરાણ કહે છે : “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક, અથવા પ્રતિલેમ જાતિના માણસે, તે તે મન્ચ સાથે, આદરપૂર્વક શિવલિંગની સતત પૂના કરવી જોઈએ.' સ્મૃતિરનાકર શાલિગ્રામશિલાની પૂજા કરવાના અધિકારીમાં અન્યને પણ ગણાવે છે.૮ આ પૂજા હરિજનોથી પિતાના ઘરમાં કેમ થઈ શકે ? તેમને ત્યાં શાલિગ્રામ, શિવલિંગ કે જુદા જુદા દેવની મૂર્તિઓ હાઈ શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com