________________
હરિજનને મંદિર પ્રવેશને અધિકાર ૧૦૧ કૃત, દીર્ઘષી અને નિર્દય ક્રિયાહીન મૂર્ખ, એ પાંચ કર્મચંડાલ છે. ગ્રામચંડાલ ૧૬ છે : રંગરેજ, ચમાર, બહુરૂપી અથવા નટ, બુરુંડ, કાળી, મ્લેચ્છ, ભીલ, સોની, દરજી, ગાડી, તેલી, માંગ, કુંભાર, કલાલ, વાળંદ અને શિલ્પજીવી. આ બધાએ મન્દિરામાં ન જવું એમ જ માનવું રહ્યું ના ?” ૨૦
અને વસિષ્ઠ વગેરે સ્મૃતિકાએ મંદિરના પૂજારીઓને ચાંડાલ અને અસ્પૃશ્ય કહ્યા છે, તેનું શું? શાસ્ત્રીજી વળી
ગુરુનિન્દા વગેરે દેપ કરનારા ને બીજા દેથી પતિત થયેલા જે અનેક હિંદુઓ છે, તેમણે પતિતપાવનને દર્શને ન જવું એમ કહેવામાં આવે તે અનવસ્થા થવાનો વખત આવશે. શિક્ષકોની મજાક ઉડાવનાર, ને તે કારણે સજા ને દંડ પામેલા, વિદ્યાર્થી કંઈ ચેડા નહીં હોય. વળી પતિની યાદી કરવા બેસીએ, તો ફુમતુ
નિર્નર: એમ જ કહેવું પડે. એક બ્રાહ્મણ જ શાસ્ત્રદૃષ્ટિએ કઈ કઈ રીતે પતિત થાય છે તે જોઈએ – સાયં પ્રાતઃ સંધ્યા ન કરવી; વેદાભ્યાસ ન કરો; દૂધ ઘી વેચવાં ને ગમે તે ધંધો કરે; કાંદા, લસણ, ગાજર વગેરે ખાવાં; અવિવાહિત રહેવું; ઘરમાં અગ્નિહોત્ર ન રાખવું કઈ પણ જાતનું શિલ્પ કરીને રોજી મેળવવી; આઠમે વર્ષ
કરીને ન પરણાવવી; અવકીર્ણ બ્રહ્મચારીએ પ્રાયશ્ચિત્ત ન કરવું દેવપૂજાને ધંધો કરવો, અર્થાત એ પૂજામાંથી સીધી આડકતરી કઈ પણ રીતે દ્રવ્ય મેળવવું; પૈસા લઈને ભણાવવું; શુદ્ધકર્મો કરવાં; સર્વે સંસકારો યથાવિધિ ન કરવાનું અને અનેક પાતકાનાં શાસ્ત્રોમાં બતાવેલાં પ્રાયશ્ચિત્ત ન કરવાં; આજ આમાંથી કોઈને કોઈ રીતે પતિત ન થયેલે બ્રાહ્મણ મળવો મુશ્કેલ! એટલે તેમણે તથા તે પ્રમાણે દ્વિજોએ અર્થાત ક્ષત્રિયોને વૈોએ સુધાં, મન્દિરેમાં ન જવું. ભૂગુસંહિતાના ઉપર આપેલા વચનનું પૂરેપૂરું પાલન કરવું હોય, તે તમામ મન્દિરોને, તાળાં જ મારવાં રહ્યાં! એટલે બીજી બધી શાસ્ત્રવિરુદ્ધ વાતે જેમ ખપે છે, ને તેને રૂઢિ તથા વહીવટે માન્યતા આપી છે, તે જ પ્રમાણે મન્દિર પ્રવેશને પણ માન્યતા આપવી જોઈએ.૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com