________________
ભાગવતને માનવધર્મ ભૂતમાત્રને જુએ છે, તે ભગવાનને ઉત્તમ ભક્ત છે. પોતે ઊંચા વર્ણમાં જન્મ્યો છે કે સારાં કર્મ કરે છે એ ગર્વ જેને નથી અથવા પિતાનાં વર્ણ આશ્રમ કે જાતિનું અભિમાન નથી, ને દેહને વિષે જેને અહંભાવ કે આસક્તિ ઊપજતાં નથી તે માણસ હરિને વહાલે છે.રર વળી શૌનક કહે છે: “જે માણસો પ્રભુપરાયણુ છે તેઓ જગતના સુખ માટે, કલ્યાણ માટે, ને તેની આબાદી માટે જ છે છે, સ્વાર્થ સાધવા માટે જીવતા નથી. છતાં પરીક્ષિત રાજાએ નિર્વેદ આણીને, પારકાને આશ્રયરૂપ એવા દેહનો ત્યાગ કેમ કર્યો?”૨૨૧ - કૃષ્ણ ગોકુળમાં ઇંદ્રને યજ્ઞ થતો બંધ કરાવીને કહ્યું : “આપણે તો ગાય, બ્રાહ્મણ ને પર્વતને યજ્ઞ શરૂ કરો. ઇંદ્રયાગને માટે ભેગી કરેલી સામગ્રી વડે જ આ યજ્ઞ કરો. દૂધપાકથી માંડીને સૂપ સુધીની જાતજાતની રાઈ કરો. લાપસી, માલપૂડા, ને પૂરીઓ તૈયાર કરો. બધી ગાયોનું દૂધ ભેગું કરે. બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણે પાસે અગ્નિમાં હોમ કરાવો. તેમને જાતજાતનું અન્ન અને ગાયોની દક્ષિણ આપ.” પછી, રખેને ધમાલમાં બધા ભૂલી જાય માટે ખાસ યાદ કરીને કહે છે કે “કૂતરાં, ચાંડાલ અને પતિને પણ ખાવાનું આપે. ગાયોને ઘાસ આપ. અને પછી ગોવર્ધન પર્વતને બલિ આપો.૨૩ અહીં ભગવાને કૂતરા ને ચાંડાલને ખાસ યાદ ક્યાં છે એ જોવા જેવું છે. વળી કૃષ્ણ મહાભારતયુદ્ધ પછી દ્વારકા ગયા ત્યારે દ્વારકાની આખી પ્રજા તેમનો સત્કાર કરવા સામી આવી હતી. ભગવાને પણું સામૈયે આવેલાં સગાંઓ તથા નગરવાસીઓને યથોચિત રીતે મળી તેમનું સન્માન કર્યું. તેમણે મસ્તક નમાવીને, વંદન કરીને, ભેટીને, હાથનો સ્પર્શ કરીને, મંદ હાસ્ય કરીને, સામી નજર નાખીને, આશ્વાસન આપીને, તથા વરદાન આપીને, એમ અનેક રીતે શ્વપાકથી માંડીને સર્વને સત્કાર કર્યો.૨૩% અહીં પણ તેઓ ધપાક – ચાંડાલને ભૂલ્યા નથી; અને બીજા પુરવાસીઓના જે જ તેમનો પણ સત્કાર કર્યો છે. શ્વપાક ને ચાંડાલ પ્રત્યે બીજાઓથી જુદી કોઈ જાતનું વર્તન તેમણે કહ્યું એમ કહેલું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com