________________
મંદિર પ્રવેશ અને શાસ્સે ચાંડાલત્વ પણ દૂર થાય. ભાગવતમાં દેવહૂતિ કહે છે: “હે ભગવાન ! તમારા નામના શ્રવણ તથા કીર્તનથી, તમને પ્રણામ કરવાથી, ને તમારું સ્મરણ કરવાથી ચાંડાલ પણ તકળ યજ્ઞ કરવાને લાયક બને છે, તો પછી તમારા દર્શનની તો વાત જ શી કરવી? જેની જીભને ટેરવે તમારું નામ રહેલું છે તે શ્વપાક પણ શ્રેષ્ઠ છે.”૨૫
“ભાગવત પણ ભક્તિનાં દ્વાર સહુને માટે ખુલ્લાં મૂકી દે છે.૨૫ ગમે તેવો પાપી, દુરાચારી, ચાંડાલ હોય, તેને ભગવાનની ભક્તિ શુદ્ધ કરે છે. ભગવાન કહે છે: “મારે વિષેની ભક્તિ શ્વપાકને પણ પવિત્ર બનાવી તેમને મોક્ષ આપે છે. ભગવાનનું નામ દીધાથી અજામિલનાં પાપ ધોવાઈ ગયાની કથા ભાગવતમાં છે. “પાપીમાત્રને માટે હદયપૂર્વક ભગવાનના નામનું ઉચ્ચારણ એ જ પ્રાયશ્ચિત્ત છે. તે ભગવાનનું નામ દેવા, તેનાં દર્શન માટે જવા, તૈયાર થાય એ જ બતાવે છે કે તેનું મન ભગવાન તરફ વળ્યું છે.” “વિષ્ણુના નામને ઉચ્ચાર એ સર્વ પાપનો નાશ કરનાર છે.' એવો એ “સુમંગલ ધર્મ' છે.૨૭
વળી ભાગવત કહે છે: “જે માણસ બ્રાહ્મણ અને પુષ્કસ, ચેર અને દાતા, સૂર્ય અને ચિનગારી, તથા દયાવાન અને નિર્દય એ સર્વની પ્રત્યે સમદષ્ટિ રાખે છે તે ખરે પંડિત અથવા જ્ઞાની છે. જે માણસ મનુષ્યમાત્રમાં મારું જ દર્શન કરે છે, સર્વ માણસને ઈશ્વરરૂપ માને છે, તેના મનમાંથી થોડા જ વખતમાં હરીફાઈ અદેખાઈ તિરસ્કાર અને અહંકાર નાશ પામે છે. સમદશી માણસે દેહ તે જ હું એવા અભિમાનને ત્યાગ કરવો જોઈએ; અને કૂતરાં, ચાંડાલ, ગાય અને ગધેડાથી માંડીને સર્વને દંડવત પ્રણામ કરવા જોઈએ; અને આમ કરતાં જે મિત્રો હાંસી કરે તેમને ત્યાગ કરવો જોઈએ. ભૂતમાત્ર તે ભગવાન જ છે એવી ભાવના મનમાં ન ઊપજે ત્યાં લગી, વાણી, મન, શરીર અને વૃત્તિથી આ રીતે ઉપાસના કરવી જોઈએ.૨૮
ભગવાનના ભક્તો તે કાળે સ્પર્શષથી ને બીજાના સમાગમથી ડરીને દૂર રહેતા નહોતા. તીર્થો પણ સંતના આગમનથી પાવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com