________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર રાજા રંતિદેવને યશ આ લેક ને પરલેકમાં ગવાય છે. તે અકિંચન હતો. ભગવાન કઈ ખાવાનું આપે તો ખાય; ને તે મળ્યું હોય તેમાંથી પણ, જે કઈ બીજે ભૂખ્યો દેખાય છે, તેને આપી દે. એક વાર એને અડતાળીસ દિવસના નિર્જળ ઉપવાસ થયા. ૪૯મે દિવસે સવારમાં તેને ઘી, દૂધપાક, લાપસી ને પાણી એટલું મળ્યું. તે જમવાની તૈયારી કરે છે ત્યાં એક અતિથિ બ્રાહ્મણ આવી ચડ્યો. રંતિદેવ તે પ્રાણીમાત્રમાં હરિનું દર્શન કરનારે. તેણે બ્રાહ્મણને આદર આપીને શ્રદ્ધાપૂર્વક જમાડ્યો. તે ગમે ત્યાં એક શદ્ર આવ્યા, તેને પણ જમાડ્યો. શક ગયો ત્યાં એક થપતિ કૂતરાં લઈને આવ્યો ને કહેવા લાગ્યો: “રાજા! હું અને મારાં કૂતરાં ભૂખ્યાં છીએ. અમને ખાવાનું આપો.' રાજાએ બહુ આદરપૂર્વક કૂતરાં તથા શ્વપતિને નમસ્કાર કર્યો, અને જે ખાવાનું વધ્યું હતું તે એમને આપી દીધું. હવે રહ્યું પાણી. તે પીવા જાય છે, ત્યાં એક તરસ્ય પુલ્કસ (ચાંડાલ) આવી ચડ્યો. રાજને એની દીન વાણી સાંભળી દયા આવી. તેણે તરસે મરતાને પાણી પાયું, અને આ “અમૃત વચન” ઉચ્ચાર્યું: “ઈશ્વર પાસેથી આઠ પ્રકારની મહાસિદ્ધિઓવાળી પરમ ગતિ કે મેક્ષ પણ માગતા નથી. હું તે સર્વ દેહધારીઓનાં અંતરમાં રહીને તેમને થતી પીડા ભોગવવા માગું છું, જેથી કરીને મારા દુઃખથી તેમનું દુઃખ દૂર થાય.’૨૪ દુઃખી પ્રાણીઓની સેવા કરવામાં, તેમને કાજે પ્રાણર્પણ કરવામાં, જે આનન્દ છે તેની આગળ ભક્તને મન મેક્ષનું સુખ પણ કશી વિસાતમાં નથી, અને તેથી ભગવાન મેક્ષ આપે તે પણ ભક્તો તે લેવાની ના પાડે છે.
આ પાઠ ભાગવતે જુદી જુદી અનેક રીતે માણસના મન પર ઠસાવવા પ્રયત્ન કર્યો છે. ચાંડાલના કે કેાઈના સ્પર્શથી આભડછેટ થાય છે, એ ઉલ્લેખ તે ભાગવતમાં પણ કોઈ જગાએ નથી. પણ અમુક જાતિઓને હલકી ગણવાનો જે રિવાજ ચાલુ હશે તેની સામે પણ ભાગવતપુરાણે ને ભાગવતધર્મે બળવાને પિકાર ઉઠાવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com