________________
૯
અહીં આભડછેટ નથી
અસ્પૃશ્યતાને લગતા કેટલાક તરેહવાર તે અરસપરસ મેળ વિનાના જે નિયમેા પાછળ આપણે જોયા તેમાં પણ કેટલાક અપવાદ કરવા પડયા જ હતા. કેટલાક વહેવારની સવડને ખાતર; તે બીજા કેટલાક ભાગવતધની સારી અસરને લીધે. દાખલા તરીકે એક ગ્રંથકારે કહ્યું કે દહીં, ઘી, દૂધ અને મધના વાસણને દેષ લાગત નથી. તેમ જ બિલાડી (!), યજ્ઞની કડછી, અને વાયુ હંમેશાં પવિત્ર જ છે.૧ બીજાએ કહ્યું કે તેલ, શેરડીને રસ, ગેાળ અને છાશનાં વાસણ પણ શૂદ્રનાં હોય તો ચાલે. પરાશરે કહ્યું કે ' આટલી ચીજો કદી અભડાતી નથી ગાય, અગ્નિ, માણસની છાયા, વાળ, ઘેાડા, ધરતી, માખ, અને પવન.'ૐ પાણી અભડાતું નથી એમ કહ્યું છે, તે ખાસ નોંધવા જેવું છે. એકે ઉંદરડીને પણ ‘સદાચિ’ ગણાવી ! ચાંડાલને અડવા પછી માત્ર પવનથી જ શુદ્ધ થાય એવી ચીજોમાં એકે આસન અને પથારી પણ ગણાવ્યાં` એટલે કે પહેરેલાં કપડાં એળવાં પડે, પણ પથારીનાં ગાદલાં ખેાળવાની જરૂર નહીં ! યાજ્ઞવલ્કયસ્મૃતિ ઉપર વિજ્ઞાનેશ્વરની જે મિતાક્ષરા ટીકા છે તેમાં કહ્યું છેઃ · અન્ત્યજોનાં બનાવેલાં કૂવા, પુલ કે વાવ હોય ત્યાં નાહવા કે પાણી પીવાથી પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નથી.' કાઠિયાવાડનાં કેટલાંક ગામમાં સવર્ણીના કૂવાનું પાણી સારું નથી, અને હિરજનવાસના કૂવાનું પાણી સારું છે; તેથી સવર્ણો હરિજનવાસને કૂવેથી વિનાસાચે પાણી ભરે છે.છ હિરજનને આપણે કૂવે પાણી ભરવા ન દેવાય; તેને કૂવે આપણી સવડે પાણી ભરવામાં વાંધે નહીં ! શ્રેણી રસાઈ કરેલી હેાય તે તેને કાગડા કે કૂતરાં અડી જાય કે ચાટી જાય, અથવા તે ગાય કે ગધેડું સૂંઘી જાય, તે। તેથી બધી રસાઈ ફેકી દેવાની
--
―
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com