________________
હરિજનને પ્રજાને અધિકાર હવે હરિજનોને શાસ્ત્રોએ દેવપૂજા તથા મંદિર પ્રવેશનો જે અધિકાર આપે છે તેને લગતાં વચનને વિચાર આ અને આની પછીના પ્રકરણમાં કરીશું.
ભાગવત કહે છે: “જે શ્વપાકની જીભે હરિનું નામ છે તે શ્રેષ્ઠ છે. કેઈ બ્રાહ્મણ ભલે બારે ગુરૂવાળો હોય, પણ તે જે ભગવાનના ચરણકમળથી વિમુખ હોય, તો તેના કરતાં જેણે પિતાનાં મન, વચન, અર્થ ને પ્રાણ સુધ્ધાં ભગવાનને અર્પણ કર્યા હોય તેવા શ્વપાકને હું ચડિયાતો : માનું છું. એવાઓ કુળને પાવન કરે છે, બહુ માન પામનારો માણસ નહીં. પ્રભુના શ્રવણ, કીર્તન અને ધ્યાનથી અતેવસાયીઓ (એટલે કે ગામને છેડે, ભાગોળે રહેનારા) પવિત્ર થાય છે. ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, તેની સેવા, વૃઝા (રૂ), નમન, દાસ્ય, સખ્ય, અને આત્મસમર્પણ, એને સર્વ માણસોને માટે પરમ ધર્મ કહે છે.”
- બ્રહ્મપુરાણું કહે છે: “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રીઓ, શદ્રો અને અન્ય, એ સુરવારની પૂiા કરીને પરમ ગતિને પામે છે. ક્ષત્રિય, વૈશ્ય, સ્ત્રીઓ ને અત્ય, જે મારાં ભક્ત હોય તે, પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તે પછી, હે કિજશ્રણ, તમારું તે પૂછવું જ શું? મારે ભક્ત અને શ્રદ્ધાળુ એવો શ્વપાક પણ પરમ સિદ્ધિ પામે છે, તો પછી બીજાની તે વાત જ શી ? ૨
બ્રહ્માંડપુરાણે શ્રાદ્ધ કરવાનો, તથા શ્રાદ્ધમાં પિતૃઓનું વજન કરવાનો અધિકાર સહુને આપ્યો છે. ચારેય વર્ણ શ્રાદમાં પિતદેવોનું શાસ્ત્રાનુસાર યજન કરે છે. એવું યજન સંકરજાતિઓ અને ઑછો પણ કરે છે.”
સ્ત્રી, શદ્ર અને પાક બાળકના જાતકર્મ વખતે હંમેશાં, પાર્વણ વિધિ વડે, આમશ્રાદ્ધ કરે.” (પ્રચેતસ્)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com